________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સાતમે.
છે, તમારા બાળઅહી ત્યારે સૂરિ જતાં તેને
હતું. પરંતુ રાજય મળ્યા છતાંએ નિઃકારણે ઉપકાર કરનાર આપ મને સાંભર્યા નહીં. હું કોઈ પ્રકારે આપના ઋણમાંથી છૂટું તેમ નથી.” સૂરિએ કહ્યું, “ફેકટ આત્માને શા માટે નિંદે છે ? કારણ, તમારે પ્રત્યુપકાર કરવાનો સમય તે હમણાં જ આવે છે.” તે સાંભળી રાજા બોલ્યા, “મહારાજ! પ્રથમ મેં કબૂલ કરેલું રાજય સ્વીકારી મારા ઉપર કૃપા કરો.” ત્યારે સૂરિ બોલ્યા, “હે રાજન! અમને ત્યાગીને રાજય કપતું નથી. તેમ છતાં જે કતજ્ઞતાથી પ્રત્યુપકાર કરવા ઇચ્છતા હે તે જૈન ધર્મવિષે તમારું મન અર્પણ કરો.” ત્યાર પછી રાજા બોલ્યા કે, “મહારાજ ! હું આપના વચન પ્રમાણે સર્વ ધીમે ધીમે કરીશ. પરંતુ હું આપને સમાગમ સર્વ કાળનેવિષે નિધાનની પેઠે ઈચ્છું છું; માટે આ સભાનેવિષે નિરંતર પધારવા કૃપા કરશો.” રાજાની એ વિનંતી કબૂલ રાખી સૂરિ નિરંતર સભામાં સમયાનુસાર ર્વપરદર્શનનું કથન કરવા લાગ્યા.
રાજાએ દિવસના આઠ ભાગ કરી પ્રથમ ભાગમાં રક્ષાસારૂ ખર્ચને વિચાર કરે, બીજા ભાગમાં નગરના લેકેની રક્ષાનું ચિંતવન કરવું, ત્રીજા ભાગમાં દેવોન્ચ કરી ભોજન કરવું, ચેથા ભાગમાં ખજાને તપાસ, પાંચમા ભાગમાં બીજાં બધાં કામમાંથી નિવૃત્ત થઈ ચરોને પરદેશ મોકલવા, છઠ્ઠા ભાગમાં મરજી મુજબ ફરવા નિકળવું, સાતમા ભાગમાં હાથી ઘોડા અને બાણ વિગેરેની રચના કરાવવી અને આઠમા ભાગમાં જય મેળવવા નવી સેના તૈયાર કરવાની ગોઠવણ કરવી. તેવી જ રીતે રાત્રિના આઠ ભાગમાં અનુક્રમે ૧ એકાંતમાં મોટા આમ માણસની સાથે વાતચીત કરવી ર તિથી ગંભીર અર્થવાળા શાસ્ત્રનું સ્મરણ કરવું, ૩ વાજિંત્ર સાંભળી શયન કરવું, ૪-૫ નિદ્રા લેવી, ૬ વાઘનાદથી જાગી મન વચન અને કાયાની એકાગ્રતાએ ધ્યાન કરવું, ૭ મંત્રને
૧ ગુપ્ત ધન.
૨ પિતાના અને બીજાના મતનું.
૩ સુખથી.
૧૨
For Private and Personal Use Only