________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.ksbiaith.org
છે. શ્રીનેમિનાથ પ્રભુને પહેલેથી અનુપમ એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું, તે વડે પ્રભુ પોતાનો દીક્ષાકાલ જાણીને સુવર્ણાદિ શ્રીનેમિનાથ પ્રભુને પહેલેથી અનુપમ એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું, તે વડે પ્રભુ પોતાનો દીક્ષાકાલ જાણીને સુવર્ણાદિ સર્વપ્રકારનું ધન યાચકોને આપે છે એટલે વાર્ષિકદાન આપે છે. (ગાવ વાળું તાડ્યાળ પરિમાડ્તા) યાવત્ પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને શ્રીનેમિનાથ પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા ।૧૭૨
શ્રીનેમિનાથ પ્રભુ ક્યારે દીક્ષા લેવાને ચાલ્યા ? તે કહે છે - (ને સે વાસાળ પઢમે માસે) જે આ વર્ષાકાલનો પહેલો મહિનો, (તુત્વે પવચ્ચે-સાવળસુ) બીજું પખવાડીયું, એટલે (તસ્સ નં सावणसुद्धस्स છીપવચ્ચે ળ) શ્રાવણમાસના શુક્લ પખવાડીયાની છઠની તિથિને વિષે, (પુદ્દાતસમયંસિ) પૂર્વાણકાલસમયે (ત્તરવુંરાષ્ટ્ર સીયાણુ) ઉત્તરકુરા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર બેઠા છતા (સરેવ-મનુયા–સુરા રસાણ સમણુમ્મમાળમળે) અને દેવો, મનુષ્યો તથા અસુરો સહિત પર્ષદા એટલે લોકોના સમુદાયે કરીને સમ્યક્ પ્રકારે પાછળ ગમન કરાતા એવા પ્રભુને અગાડી ચાલતા મંગલપાઠકો, ભાટ-ચારણો અને કુલના વડીલ વિગેરે સ્વજનો અભિનન્દન આપવા લાગ્યા કે – ‘હે કલ્યાણકા૨ક ! તમે જય પામો જય પામો, સંયમરૂપ ધર્મમાં તમોને નિર્વિઘ્નપણ થાઓ' ઇત્યાદિ કહીને કુલના વડીલ વિગેરે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમં વ્યાખ્યાનમ્
૪૪૩