________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમ્
मन्येऽङ्गनाविरक्तः, परिणयनमिषेण नेमिरागत्य । राजीमती पूर्वभव-प्रेम्णा समकेतयद् मुक्त्यै ॥१॥
હું એમ માનું છું કે, સ્ત્રીઓથી વિરક્ત એવા શ્રી નેમિનાથ પ્રભુ પરણવાના બહાનાથી અહીં આવીને પૂર્વભવના પ્રેમથી રાજીમતીને મોક્ષ માટેનો સંકેત કરી ગયા ના
(૩ર રિનેની ) અહમ્ શ્રીઅરિષ્ટનેમિ સર્વ કલાઓમાં કુશલ હતા, (ગાવ તિuિr વાસસારું કુમારું યાવતુ - ભદ્રક પ્રકૃતિવાલા અને વડિલોનો વિનય કરનારા પ્રભુ ત્રણસો વરસ સુધી કુમાર રહ્યા છતા (૩-રવાસમત્તે સત્તા પf) ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને દીક્ષા લેવાને તત્પર થયા. (પુર નોતિર્દિ Marufé éિ) વળી તીર્થકરોને અવશ્યપણે દીક્ષાનો અવસર જણાવવાનો છે કલ્પ એટલે આચાર જેઓનો એવા લોકાંતિક દેવો, (તે વેવ સર્વ માળિયર્થ) ઇત્યાદિ સર્વ પ્રથમની પેઠે કહેવું. એટલે પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા માટે લોકાંતિક દેવો તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી વાણી વડે પ્રભુને અભિનંદતા અને પ્રભુની સ્તુતિ કરતા આ પ્રમાણે બોલ્યા કે – “હે સમૃદ્ધિશાળી ! આપ જય પામો જય પામો, હે કલ્યાણવંત ! આપ જય પામો જય પામો, હે કામદેવને જીતનારા તથા સમસ્ત જંતુઓને અભયદાન દેનારા પ્રભુ ! આપ જયવંતા વર્તો, અને હમેશાંના મહોત્સવ માટે આપ ધર્મતીર્થ પ્રવર્તાવો” એ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો જય જય શબ્દ બોલે
૪૪૨
For Private and Personal Use Only