________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
બોલવામાં ઉપયોગવાળા; (સળમિ) બેંતાલીશ દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરવામાં ઉપયોગવાળા; (આયાળમંડમત્ત-નિવ વળાસમિણ) વસ્ત્રપાત્રાદિ ઉપકરણને ગ્રહણ કરવામાં અને પાછું મૂકવામાં જયણા પ્રમાર્જનાદિ કરવારૂપ ઉત્તમ પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા; (ઉજ્જ્વાર-પાસવળ-એન-સિંધાળ-ન(પારિકાવળિયાસમિ)વિષ્ઠા, મૂત્ર, થુંક-કફ, શ્લેષ્મ અને શરીરના મેલનો પરિત્યાગ કરવામાં સાવધાન; અર્થાત્કોઈ પણ જીવની વિરાધના ન થાય તેવી નિર્દોષ જગ્યામાં વિષ્ટાદિનો પરિત્યાગ કરવામાં ઉપયોગવાળા. પ્રભુને ઉપકરણ શ્લેષ્મ વિગેરેનો અસંભવ હોવાથી આ પાંચ સમિતિઓમાં છેલ્લી બે સમિતિને અસંભવ છે, છતાં સૂત્રના પાઠને અખંડિત રાખવા માટે સૂત્રકારે અહીં આ બે સમિતિ પણ કહી છે. વળી પ્રભુ કેવા અનગાર થયા? –
(મળરમિ!) શુભ મનોયોગને, (વયસમિણ) શુભ વચનયોગને અને (ત્રયસ્લમ) શુભકાયયોગને પ્રવર્તાવનારા, (મળમુત્તે) અશુભ મનયોગ, (વચનુત્તે) અશુભ વચનયોગ અને (યમુત્તે) અશુભ કાયયોગને રોકનારા, (પુત્તે) મન, વચન અને કાયના અશુભયોગને રોકનારા હોવાથી ગુપ્ત એટલે અશુભ વ્યાપારને સર્વ પ્રકારે રોકનારા, (મુર્ત્તિવિજ્ઞ) શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષરહિતપણે ગોપવેલી શ્રોત્રાદિ ઇન્દ્રિયોવાળા, (ગુત્તવંમયારી) વસતિ વિગેરે નવ વાડોથી યત્નપૂર્વક રક્ષણ કરાયેલા બ્રહ્મચર્યને આચરનારા, (ગોઠે) ક્રોધ, (ગમાળે) માન, (સમા) માયા, (મોમે) લોભ રહિત (સંતે) આંતરિક વૃતિ, (પસંતે) બાહ્યવૃત્તિ, (વસંતે)
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખં
વ્યાખ્યાનમ
૩૨૬