________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદદ કરે, તો તેને તેમ કરતાં શાણું સરકારે વચમાં આવવું, તે કોઈ પ્રકારે યોગ્ય નથી.
કદાચ વાલી કે પાલકના સગીરની જવાબદારીના જ્ઞાનને બાજુએ રાખીએ અને સગીરે અણસમજથી દીક્ષાનો સંસ્કાર અંગીકાર કર્યો–એમ માની પણ લઈએ તો તે દીક્ષા ગ્રહણથી સગીરના જીવનને કે તેના શરીરને કયું નુકશાન થાય છે? કારણ કે જેન દીક્ષા સંસ્કારમાં હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીસંગ, અને પરિગ્રહથી માત્ર દૂર રહેવાનું જ હોય છે અને કોઈપણ જાતનું વ્યસન કરવાનું હોતું નથી. હિંસા, જૂડ અને ચોરીના ત્યાગ માટે તો અણસમજ અને સમજની ખેંચતાણ કાઈપણ મનુષ્ય કરી શકે તેમ નથી. કારણ કે આખી દુનિયાએ તેના ત્યાગને નીતિના નિયમ તરીકે સ્વીકારેલો છે. પરંતુ સગીર દીક્ષામાં સ્ત્રીસંગ ત્યાગ અને પરિગ્રહને ત્યાગ એ બે પ્રતિજ્ઞા કેટલાક દુનિયાદારીના વ્યવહારમાં રાચેલા વિદ્વાનોને પણ મુંઝાવી રહી છે. પરિગ્રહ-સૂવર્ણ, ધન, રૂપીયા, પૈસા, હીરા, માણેક વિગેરેને ગણવામાં આવે છે, પરંતુ તે પરિગ્રહની સાથે દુનિયાદારીના સુખનો સીધો સંબંધ નથી. અને તેથી જ માત્ર સુખભોગના સાધનો મેળવવામાં તેને ઉપલેગી ગણું ઈષ્ટ ગણવામાં આવે છે. એટલે જે આત્મા એ ભોગત્યાગની પ્રતિજ્ઞા કરી તેનાથી અલગ રહે છે તેને ઉપર જણાવેલા પરિગ્રહની કાંઈજ જરૂર કે આકાંક્ષા રહેતી જ નથી.
હવે ભોગત્યાગની પ્રતિજ્ઞા સંબંધમાં જૈન દીક્ષિતોને સ્ત્રી સંગ ત્યાગ કરવાનો હોય છે. બાકી બીજા ખાવા-પીવા વિગેરે સાધનો તે સાધુ ધર્મને બાધ ન આવે તેવી રીતે ગૃહસ્થ પાસેથી જૈન મુનિ અંગીકાર કરે છે. માત્ર સ્ત્રીસંગ ત્યાગને અંગે તેઓ યાવતજીવન બ્રહ્મચર્ય પાળે છે. આ પાલન જે કે આપણને દુષ્કર લાગે, પરંતુ જૈન સાધુઓને સ્ત્રી સાથે વાતો કરવાનું, સ્ત્રીવાળા મકાનમાં રાત્રિ રહેવાનું, સ્ત્રી પ્રત્યે એક દ્રષ્ટિએ જેવાનો તેમજ સંસારિની જોડેના મકાનમાં રહેવાનું પણ હોતું જ નથી. આ પ્રકારના સંયમના આચારેનું પાલન કરનાર આત્માઓને સ્ત્રી રોગનો ત્યાગ-એ મુશ્કેલ નથી. આ પ્રસંગે એક વાત ખાસ વિચારવા જેવી છે. સ્ત્રી સમાગમની ઈચ્છા આત્માને સ્વાભાવિક થતી નથી, પણ. સંગજન્ય છે. અને જેઓ તેવા સંયોગથી દૂર રહી આત્મકલ્યાણના માર્ગે સદાચારમાં મન, વચન અને કાયાથી તત્પર રહે છે, તેઓને સ્ત્રીરંગ રૂપી કૃત્રિમ ભોગસુખની ઈચ્છા ઉદ્દભવવાનો અવકાશજ હોતો નથી. તેમાં પણ જે બાળકે જન્મથી નિર્વિકારજ છે, તેવા નિર્દોષ બાળકે દીક્ષા સંસ્કાર લે, તેઓને
For Private and Personal Use Only