________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શહેર અને ગામોમાં જુદા જુદા હિંદુ ધર્મ પાળવાવાળા એકજ મહોલ્લામાં રહે છે, પરંતુ જૈન ધર્મમાં સંસારની અસારતા અને હિંસાના ત્યાગ માટે એટલે બધો ભાર મૂકેલ છે કે એક જ શેરીમાં રહેતાં અને સાથે રમીને ઉછરેલાં અન્ય હિંદુ બાળક કરતાં જૈન બાળક તે બાબતના વર્તનમાં ઘણું આગળ વધેલું હોય છે, એટલે ઘરનું વાતાવરણ બાળકો ઉપર એટલી મોટી અસર કરે છે કે જે કેટલીક વખત તો જીંદગીના અટપટા સંયોગમાં પણ બદલાતી નથી અને ટકી રહે છે. આથી અન્ય હિંદુ ધર્મિઓ જૈન કુળમાં જન્મેલા સગીરની ત્યાગભાવના કેવા ઉચ્ચ પ્રકારની હોય છે, તે ન સમજી શકે તે સ્વાભાવિક છે. જેમ એક ૧૦-૧૨ વર્ષની ઉંમરના જૈન બાળકને રાત્રિભોજન શા માટે ન થાય ? પાણી, લીલી વનસ્પતિ વિગેરે શા માટે ખપ પૂરતીજ વાપરવી ? કંદમૂળ બટાટા ઈત્યાદિ શા માટે ન ખવાય ? વિગેરે પ્રશ્નો પૂછતાં મોટી ઉંમરના અન્ય હિંદુ ધમિને વિચાર કરવાને રોકે એવા પ્રશ્નોના જવાબો તે સહેલાઈથી આપી શકશે. આથી સ્વતઃ એ સિદ્ધ થાય છે કે બીજા અન્ય ધર્મના બાળકો કરતાં જેન બાળક ત્યાગધર્મના વતન તરફ સહેજે દેરાયેલા હોય છે. તેથી દીક્ષાની બાબતમાં તેઓ કાંઈ સમજતા નથી, એમ કહેવું એ જૈન બાળકના માનસ અને વર્તનને જાણ્યા કે તપાસ્યા સિવાયનું જ છે-એમ માની શકાય.
આટલું છતાંયે માની લઈએ કે દુનિયાદારીના વિકટ પ્રસંગે, જવાબદારીઓ, વિગેરેનું સંપૂર્ણ જ્ઞાન સગીરને પોતાને ન હોય, તેથી તેના વાલીઓ તેવા જ્ઞાનને નથીજ ધરાવતા એમ કહી શકાય જ નહિં. તેથી જ્યારે પાલકે તે બાળકને વિકટ પ્રસંગોને વટાવવા લાયક દેખે અને તેને તેઓ દીક્ષાના માર્ગે જવામાં અનુમતિ આપે, તે પછી સગીરની અણસમજની વાત આગળ ધરવી તે સગીરનું અહિત કરનારી છે. વળી કેટલાકે જણાવે છે કેસગીર પોતાના ભવિષ્યનું હિત ક્યા રસ્તે જવામાં છે–તે સમજતો નથી, તેથી તેનાથી દીક્ષા લઈ શકાય નહિં અને વાલીથી સંમતિ આપી શકાય નહિં. તો જે વાલીની ઈચ્છાને દીક્ષા પ્રસંગે નકામી ગણવામાં આવે છે તે જ વાલી પોતાના બાળકને દત્તક આપી શકે છે, પિતે એગ્ય માનેલી વ્યવહારિક કેળવણી આપી શકે છે, અભ્યાસ માટે દૂર દેશાવર મોકલી શકે છે, લગ્નમાં જેડી શકે છે વિગેરે અનેક દુન્યવિ કાર્યોમાં પાલ્યને વાળી શકે છે અને શ્રીમંત સરકારના કાયદાઓ તેને સગીરના હિતમાં માની અટકાયત કરતા નથી. તો પાલક પિતાના પાલ્યનું હિત, તેનું વર્તન, માનસ વિગેરે ઉપરથી જઈ વિચારી તેને દીક્ષાના સંસ્કાર અપાવે–એટલે ત્યાગ માર્ગે જવામાં
For Private and Personal Use Only