________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
فف
આ પ્રસંગે એક વાત ખાસ જણાવવી જરૂરી છે કે કાયદાએ કોઈપણ ઉંમરે કરેલી સજા, કાઈપણ વખતના ગુન્હામાં સજાનો વધારો કરનાર હોવાથી ઓછી નુકશાનકારક નથી. તે જે રાજ્યસત્તાના કાયદાઓએ સાત વર્ષની ઉંમરથી ગૂ થયે ઓછીવત્તી સજા કરી જીંદગી સુધીનો ડાઘ લગાડવા માટેની સમજણ માની છે, તે તેજ રાજ્યસત્તા કલ્યાણના માર્ગે વાલીની સંમતિથી સગીર પ્રયાણ કરે, તેમાં સમાજનો સર્વથા અભાવ માની અટકાયત કયી રીતે કરી શકે ?
ઉપરની હકીકતથી સગીરે સમજે શું? –એ શંકાને સ્થાન રહેતું નથી, છતાં આ જમાનામાં કળાચાર પ્રધાન ધર્મ હોવાથી બોલવા-ચાલવાને શીખતો છોકરો પણ પોતાના ધર્મ અને ગુરૂઓની સ્થિતિને જાણી શકે છે. જેમકે જેનોને ત્યાં જન્મેલે ત્રણ ચાર વર્ષની ઉંમરનો છોકરો હોય, તે પણ પિતાને ઘેર ભિક્ષાર્થે આવતી સાધ્વીઓને અડકી શકાય નહિં—એવા સંસ્કાર માત્રથી દૂર રહી નમસ્કાર કરે છે. દૂર રહી ભિક્ષા આપે છે. જે સાધુઓ ભિક્ષાર્થે આવ્યા હોય તો તેજ કરે અડીને નમસ્કાર કરે છે અને ભિક્ષા પણ આપે છે. પાંચ સાત વર્ષની ઉંમરના છોકરાઓ તે ધાર્મિક ક્રિયાઓના સૂત્રો શીખે છે અને તેની ક્રિયાઓ પણ કરે છે, અને સાત આઠ વર્ષની ઉંમરે આવતાં તે બાળક એકાસણું, આયંબિલ, ઉપવાસ આદિ તપસ્યા કરે છે અને જીંદગી સુધી સપ્ત વ્યસનમાં નહિં પડવાના સોગંદ પણ લે છે. સાત આઠ વર્ષની ઉંમરના જેન બાળકો તે મોટે ભાગે ધર્મગુરૂઓને લેવાં પડતાં મહાવ્રતો, કોઈપણ જીવને મારો નહિં, જુઠું બોલવું નહિં, ચોરી કરવી નહિં, સ્ત્રીને અડકવું નહિં અને માલમીલ્કત રાખવી નહિં, રાત્રિભોજન કરવું નહ વિગેરે તથા શ્રી જિનેશ્વરદેવની પૂજા, ગુરૂવંદન વિગેરે સારી રીતે જાણતાં હોય છે અને કેટલાક તો તેમાંના અમૂક વ્રત આચરણમાં પણ મૂકે છે. આ બધા ઉપરથી સ્વકુળમાં જે ધર્મ ચાલતું હોય, તેને માટે લખી-વાંચી જાણતો કોઈપણ સગીર અણસમજવાળા હોય-એમ કહી શકાય નહિ. બીજી રીતે જોતાં કે મનુષ્યને દારૂ, ચોરી, યા એવું કોઈપણ વ્યસન લાગુ પડયું હોય અને તે મનુષ્યને કઈ તેના ગેરફાયદા સમજાવે, તો પણ તે વ્યસની તે બદીથી જલ્દી દૂર થઈ શકતા નથી, પરંતુ જે મનુષ્યને બદી લાગુ પડેલી હતીજ નથી તેઓ તે બદીથી જંદગી સુધી દૂર રહેવાની પ્રતિજ્ઞા સહેજે કરી શકે છે. તેવી જ રીતે સંસારના ઝેરી પવનના ઝપાટે નહિં ચઢેલાં જૈન કુળમાં જન્મેલાં બાળકો પણ તેનાં નુકશાન જાણવાથી યા સમજવાથી હેજે દૂર રહી શકે, એ સ્વાભાવિક છે.
દરેક હિંદુ ધર્મમાં સામાન્ય રીતે હિંસા નહિં કરવાની આજ્ઞા છે.
For Private and Personal Use Only