________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४
જૈન દીક્ષા અને સગીરો.
[ રા. બાપાલાલ ચુનીલાલ ઝવેરી, અમદાવાદ. ]
આપની તા. ૩૦-૭-૩૧ ની આજ્ઞાપત્રિકામાં “સંન્યાસ દીક્ષા પ્રતિ બંધક નિબંધ” બહાર પાડવામાં આવ્યા છે, તે નિબંધનું મથાળું સામાન્ય સંન્યાસ દીક્ષા પ્રતિબંધકનું છે, તો પણ તેમાં જણાવેલી હકીકતથી માલુમ પડે છે કે આપે સગીરની દીક્ષા રોકવા માટે જ આ નિબંધ જાહેર કરી સુચનાઓ માંગી છે. આ ઉપરથી સૌ કોઈ માની શકે કે શ્રીમંત ગાયકવાડ સરકાર સંન્યાસ દીક્ષાને તો રેકવા ઈચ્છતા નથી, અને તેજ વાત મુદ્દાઓના વિવેચનની શરૂઆતમાંજ સંન્યાસ દીક્ષાને ધાર્મિક સંસ્કાર ગણીને તેમાં સરકાર વચ્ચે આવવા માંગતી નથી, એમ સ્પષ્ટપણે સ્વીકારેલી છે, તેથી જણાય છે, એટલે સંન્યાસ દીક્ષાની ધાર્મિકતા અને ઉત્તમતા જણાવવાની ખાસ જરૂર રહેતી નથી. પરંતુ સંન્યાસ દીક્ષાની ધાર્મિકતા અને ઉત્તમતા માનવા છતાં, તેનો પ્રતિબંધ કરવા માટે સગીરપણાને આગળ કરી સગીરની દીક્ષાની અટકાયત કરવા નિબંધ ઘડાયેલો હોઈ, દરેક એમ માનવા લલચાય કે–દીક્ષાની ધાર્મિકતા અને ઉત્તમતા સ્વીકાર્ય છતાં પણ સગીરની દીક્ષામાં આપને અહિત જણાયું છે, તો તે બાબતમાં મુખ્યત્વે નિબંધના નીચેના શબ્દો ઉપર વિચાર કરવાની જરૂર છે.
૧. કુમળી વયના બાળકોને દીક્ષા આપવાની પદ્ધતિ શોચનીય છે. ૨. સગીર દીક્ષામાં સંસારિક અનેક અડચણો અને અનર્થો સમાયેલાં છે.
ઉપર જણાવેલી બે બાબતમાં પ્રથમ જણાવેલ શોચનીયપણું, બીજી બાબતમાં જણાવેલ સંસારિક અડચણો અને અનર્થોને જ આભારી હોય એમ માની શકાય છે. અને સંસારિક અડચણો અને અનજે માનવામાં આવ્યા છે, તે ધાર્મિક સંસ્કારોથી જૂદી દ્રષ્ટિએ વિચારતાં, લાગેલાં જણાય છે, કેમકે દીક્ષાને ધાર્મિક કૃત્ય તો નિબંધમાંજ સ્વીકારવામાં આવ્યું છે, અને સંપૂર્ણ નિતિમય જીવન જીવવાની વાલીની સંમતિથી સગીર પ્રતિજ્ઞા લે તેમાં સંસારીક અડચણો અને અનર્થોની કલ્પના પણ શી રીતે થઈ શકે ! છતાંયે કલ્પનાની ખાતર માનીયે કે તેવી અડચણ થાય છે તે પણ સગીરના સંબંધીઓ સંસારી ગણાય, અને તેઓની અડચણ અને અનર્થની ખાતર સગીરનું થતું હિત રોકવું–તે કોઈપણ પ્રકારે યોગ્ય નથી. ચેરના ભૂખે મરવાના અનર્થથી શાહુકારને રવધનની રક્ષા કરતો રોકી શકાય નહિં, તે
For Private and Personal Use Only