________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
લઈ જવામાં આવે તો માબાપની પરવાનગીથી સગીરને આપવામાં આવતી દીક્ષાની વિરૂદ્ધ ભાગ્યે ગણ્યાગાંઠયા પિોતાનો મત આપે.
૧૦. એમ પણ કહેવામાં આવે છે કે લાયક ઉમરનો થતા સુધી દીક્ષા ન લેતાં સાધુઓના સમાગમમાં રહી શાસ્ત્રાભ્યાસ કરે અને પછી લાયક ઉંમરનો થાય ત્યારે દીક્ષા લે, તો તેમાં કાંઈ વાંધો આવે નહીં. આ બાબત વિચાર કરતાં વાસ્તવિક જણાતી નથી. એ બાબતને પણ ઉપર જણાવેલી દલીલો લાગુ પડે છે. વરાગ્યની ભાવના ઉત્પન્ન થઈ હોય તેને ટકાવી રાખવા માટે, તે ભાવનાને પુષ્ટિ આપનારા મન, વચન અને કાયાના ગો યાને વ્યાપાર ચાલુ રાખવા જોઈએ. તે ગૃહસ્થાશ્રમમાં ચાલુ રહેવાથી મટે ભાગે રહી શકે નહિ. સાધુઓના સંપૂર્ણ સમાગમમાં સાધુપણું લીધું ન હોય ત્યાં સુધી રહેવાનું બની શકે નહિં. ખાવાપીવામાં, શરીરની સંસ્કૃતિ
માં, પરસ્પરના સંબંધમાં, અન્ય મનુષ્યોના પોતાના તરફના વતનમાં અને પિતાના અન્ય તરફના વર્તનમાં જ્યાં સુધી મહાવ્રતોની પ્રતિજ્ઞા લીધી નથી, અને ગુરૂકૂળ વાસમાં હેનિશ રહે નહિ, ત્યાં સુધી ઉદ્દભવેલે વૈરાગ્ય લાંબો વખત ટકી શકો મુશ્કેલ છે. જે મહાવો લેવામાં આવે છે તે બધી રીતે સાધુની સંપૂર્ણ સહવાસમાંજ રહે અને તેથી બીજા દીક્ષામાં આગળ વધેલા સાધુઓની તેના પર છાપ પડે અને જે કાઈ સંજોગોમાં વૈરાગ્યના પરિણામ શિથિલ થવા જાય, તે તરત જ તેમ થતાં અટકે એટલા માટે જન શાસ્ત્રોમાં ઠામ ઠામ સાધુઓને ગુરૂકુળ વાસમાં રહેવાનું ફરમાન કરવામાં આવેલું છે. અને હંમેશાં સાધુએ એકલવિહારી ન થવું, એટલે કે ઓછામાં ઓછા બે સાધુઓ તો સાથે જ રહે અને સાધ્વીઓ ઓછામાં ઓછા ત્રણ સાથે રહેવા જોઈએ-એવી શાસ્ત્રની આજ્ઞા છે. જે સાધુને માટે આ મુજબનો નિયમ પોતાના સંયમના રક્ષણને માટે જરૂરનો ગણવામાં આવેલો છે, તે નાની ઉંમરના વૈરાગ્ય ઉત્પન્ન થયેલા બાળકને ગૃહસ્થાશ્રમમાં લાંબો વખત રહેવાથી તેનો વૈરાગ્ય ટકી શકે મુશ્કેલ છે, એ હેજે સમજાય તેમ છે. અને જે તેને વૈરાગ્ય ટકે નહિ અને પોતાના બાળપણનાં વા લાયક ઉંમરના થતા સુધી શાસ્ત્રાભ્યાસ કરવામાં કાઢે તો તેની સ્થિતિ બહુજ કફેડી થાય. ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે જરૂરનું શિક્ષણ તેણે ન લીધેલું હોવાથી, તે જીદગી તેનાથી સુખમાં ગાળી શકાય નહિ, અને વૈરાગ્ય ટકેલ ન હોવાથી, સાધુપણું લઈ શકાય નહિં. આથી તેની અભ્રષ્ટ તતભ્રષ્ટ જેવી સ્થિતિ થઈ પડે.
૧૧. ઉપર જણાવેલી તમામ હકીકતોને યોગ્ય વિચાર કરી માબાપની રજામંદીથી પણ સગીરને દીક્ષા અપાય કે લેવાય નહિ–એ પ્રતિબંધ અોગ્ય અને અનિચ્છનિય છે, એમ ઠરાવ કરવા કૃપા કરશો.
For Private and Personal Use Only