________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
છે. વિશેષ જણાવવાની રજા લઉં છું કે દીક્ષા જેવી ધાર્મિક બાબતમાં દીક્ષા લેનારને પર્સનલ લૈ (!'oronal law) લાગુ પડી શકે અને તેથી સોળ વર્ષ સુધી જ તે સગીર ગણાય અને ત્યાર પછી લાયક ઉમરનો ગણાય.
૮. એમ કહેવામાં આવે છે કે સેળ કે અઢાર વર્ષે ગૃહસ્થાશ્રમની ઈચ્છા થાય તેથી તેવી જાગૃતિ થયા પછી વૃત્તિ જાણ્યા સિવાય દીક્ષા આપવી યોગ્ય નથી. આ દલીલ કાંઈક વિચાર કરવા લાયક છે. પરંતુ આપણા અનુભવ પરથી આપણે જાણી શકીએ છીએ કે પ્રાણી માત્રની વાસનાઓનો ઉદ્દભવ ઘણે ભાગે તેના પિતાના આચાર, વિચાર, ખાનપાન, સહવાસ વગેરે ઉપર અવલંબે છે. જન સાધુઓને માટે મુકરર કરેલા આચાર, વિચાર, ખાનપાન, સહવાસ વિગેરે એવી રીતે યોજાયેલા છે કે તેનું પાલન કરવામાં આવે તે તેનામાં આ વાસના ઉદ્દભવ થતી અટકે અને કદાચ ઉદ્દભવી હોય તો તે શમી જાય છે. ખાસ કરીને બ્રહ્મચર્યના પાલનને માટે બીજી બાબતો ઉપરાંત નવ બાબતો પર વિશેષ લક્ષ આપવામાં આવે છે. એ નવ બાબતોને બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિ કહેવામાં આવે છે. બ્રહ્મચય રૂ૫ ખેતરના રક્ષણને માટે એને નવ વાડ પણ કહે છે. ગૃહસ્થાશ્રમની બીજી ઇચ્છાઓ માટે પણ જે સાધુ અવસ્થામાં કઈ વ્યકિત બાળપણથી મુકાઈ હોય અને તેના આચાર, વિચાર, સહવાસ વગેરેનું બાળપણથી તે પાલન કરતી હોય તો તેને ગૃહસ્થાશ્રમની ઈચ્છા થવાનો સંભવ ઘણે ભાગે થઈ શકતો નથી. આ કારણથી મારી માહિતિ પ્રમાણે બાળવયે દીક્ષા અંગીકાર કરેલાઓ પૈકીમાંથી પ્રાયે કઈ પતિત થયેલાના દાખલા જાણવામાં આવતા નથી. પતિત થયેલાના દાખલાઓ હોય છે, તે લાયક ઉમરે પુગ્યા પછી દીક્ષિત થયેલામાંથી વખતે વખતે જોવામાં આવે છે. આ મુજબની હકીકત હોવાથી જે મહાપુરૂષોને દીક્ષાને પુરેપુરો અનુભવ થએલો છે, તેઓ પણ શાસ્ત્રમાં “બાળદીક્ષા” મંજુર કરી ગયા છે. એવા બાળદીક્ષિતેમાંથી મોટા આચાર્યો અને વિદ્વાનો ઘણે ભાગે થયેલા છે. નાની ઉમરથી જેને દીક્ષાના કઠીન આચારોને અભ્યાસ થયેલો. હોય છે, તેઓને તે દીક્ષા પાલન કરવાનું સુગમ પડે છે. પણ મોટી ઉંમરે પહોંચ્યા પછી દીક્ષા લે તે તેને આગળની ગૃહસ્થાશ્રમની ટેવો અને વાસનાઓને લીધે મુશ્કેલી પડે છે.
૯, દીક્ષા માટે જે વિરોધ છે તે હાસી ભાગીને લેવાતી દીક્ષાને લીધે છે, પણ સગીરના માબાપની સંમતિથી અપાતી દીક્ષા બાબતમાં મુખ્યતાઓ નથી. તે બાબતમાં બહુ અલ્પ વિરોધીઓ નીકળે. હું ખાત્રીથી કહું છું કે આ બાબત જે તમામ જૈનેના રેફરેન્ડમ(Refer endun) પર
For Private and Personal Use Only