________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯ જૈન બંધુઓ અને બહેનોને અતિ બહુમાનપૂર્વક નમ્ર ભાવે આજીજી કરી સવિનય પ્રાર્થના કરું છું કે હાલમાં જે પ્રસંગને લાભ લઈ આપણી સમાજમાં હાલ કેટલાક વખતથી જે કલેશ અને કુસંપ ચાલી રહેલ છે તે દૂર કરી શાંતિ અને સંપનું સામ્રાજ્ય સ્થાપવા પ્રયાસ કરે. એને માટે મારા નમ્ર વિચાર પ્રમાણે સાધુ સંમેલન અથવા તો ચતુર્વિધ સંઘનું સંમેલન થવાની ખાસ જરૂર છે. જે સંમેલાન થાય તો પરસ્પરના ખુલાસાથી કેટલીક ગેરસમજુતીને અંગે ઉત્પન્ન થયેલું વૈમનસ્ય જરૂર દૂર થશે. પૂજ્ય સાધુ મહારાજાઓ એક સ્થળે એકત્ર થવાથી તે સર્વેનું તપોબળ આ શુભ કાર્યમાં સહાય કરશે. અને આપણા પવિત્ર ધર્મના તને કોઈ પ્રકારે બાધ ન આવે, અને વીર સંતાનોનું પરસ્પરનું વાત્સલ્ય અખંડ બન્યું રહે એવો માર્ગ જરૂર દેખાશે. આ કાર્યને પ્રગતિમાં મુકવા માટે કઈ સંસ્થાએ સત્વર આગળ પડવું જોઈએ. દીક્ષા પ્રતિબંધક કાયદાના અંગે અમદાવાદમાં નીમાયેલી કમીટી જે આ કાર્ય ઉપાડી લે અથવા તે આ કાર્ય માટે કે કેન્દ્રસ્થળના સંઘ તરફથી ખાસ કમીટી નીમવામાં આવે અને આ શુભ કાર્ય ઉપાડી લેવામાં આવે તો તે યોગ્ય ગણાશે.
ઉપર મુજબની સૂચનાને અમલ થતાં સ્વાભાવિક રીતે કેટલોક વિલંબ થાય, તેથી ફરીથી વિશેષ વિનતિ કરવાની કે પ્રસ્તુત નિબંધ વિષે તમામ હકીકતનો વિચાર કરી પિતાના વિચારો અને સૂચના યોગ્ય સ્થળે વેળાસર મોકલી આપવાની ખાસ આવશ્યકતા છે અને તેમ કરવામાં ચતુર્વિધ સંઘના દરેક સુજ્ઞ વિલંબ કરશે નહિ, એની મારી ખાસ પ્રાર્થના છે.
શ્રી ચતુર્વિધ સંઘ આ મારી નમ્ર વિજ્ઞપ્તિ જરૂર ધ્યાનમાં લેશે–એવી આશા રાખું છું. શાસનદેવ સર્વને સદબુદ્ધિ આપો અને સમાજમાં એકદિલી કરવામાં સહાય થાઓ, એવી પ્રાર્થના કરું છું.
સુરચંદ્ર પુરૂષોત્તમદાસ બદામી,
For Private and Personal Use Only