________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા. સુરચંદ પી. બદામીનું વધારાનું સ્ટેટમેન્ટ.
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિધના મુસદ્દાના કામે નીમાયલી સમિતિના માનવતા મે. પ્રમુખ સાહેબ તથા અન્ય મેમ્બર સાહેબેાની હજુરમાં,
૧. હું સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી સવિનય જણાવું છું કે આપ સાહેએએ મારી જુબાની ઉપરાંત લેખી હકીકત રજુ કરવા ઈચ્છા હાય તેા તે રજુ કરવા પરવાનગી આપી છે, તે માટે આપ સાહેબેને આભાર માનું છું, અને આપ સાહેાતે નીચે મુજબની લેખી હકીકત રજુ કરૂ છું.
ર. મેં પ્રથમ આપ સાહેબને સદરહુ મુસદા સંબંધમાં મારા લેખી વિરાધ મે લખેલા એક “નમ્ર નિવેદન” નામની પુસ્તિકા સાથે ટપાલ મારફત મોકલી આપેલા છે, તેમાં લખેલી હકીકતાને હું વળગી રહું છું, અને તેમાં જણાવેલી બાબતાને આ હકીકતમાં ફરીથી દાખલ કરવાની જરૂર જોતા નથી. તેમાં જણાવ્યા ઉપરાંત નીચેની બાબા આપની પરવાનગીથી આપના સમક્ષ અતિ નમ્ર ભાવે રજુ કરૂ છું.
૩. આ કામમાં મુખ્ય મુદ્દો એ છે કે માબાપ કે વાલીની પરવાનગી સાથે સગીરને દીક્ષા આપવામાં પ્રતિબંધ કરવા કે કેમ ? હું માનું છુ’ કે સાળ વર્ષની અંદરનાને માબાપ કે વાલીની પરવાનગી સિવાય દીક્ષા નહિ આપવા મામતમાં કેાઇ પક્ષ તરફનો આગ્રહ નથી. એ નિયમ તે સર્વ સંમત છે. માટે આ કામમાં સગીરનેે માબાપની પરવાનગી વગર દીક્ષા આપવા માટે નસાડવા ભગાડવામાં આવે છે, અને તેથી બહુ અન અને ઉત્પાત થાય છે—એમ જો કાઇ તરફથી કહેવામાં આવતું હાય, જો કે મારી જાણ પ્રમાણે આ પ્રમાણે થયાની હકીકત બનતી નથી, છતાં પણ એ પ્રમાણે કદાચ થયું હોય, તેા તેવા બનાવને મુખ્ય મુદ્દા સાથે ભેળી નાંખી તે બનાવથી ઉત્પન્ન થતા વિચારની અસર આ મુદ્દા ઉપર થવા દેવી જોઈએ નહિ, એવી મારી નમ્ર વિનંતિ છે. સેાળ વર્ષની અંદરનાને માબાપની રજામંદી સિવાય દીક્ષા દાઈ આપતું હાય તે તેને માટે ચાલુ ફેાજદ્વારી અને દીવાની કાયદા મેં મારા “નમ્ર નિવેદન”માં
જણાવ્યા
મુજબ પુરતી રીતે
સમ છે.
For Private and Personal Use Only