________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
( ૩ ) સગીરના માતા, પિતા, સ્ત્રી આદિ અંગત સગાઓની લેખિત સતિ મેળવવી.
( ૪ ) સગીરના ઉપર આધાર રાખતાં કુટુંબીજનેાની લેખિત સ'તિ મેળવવી.
(આ બધું થયું હોય તે છતાં પણ દીક્ષાની ચેાગ્ય જાહેરાત જાણે થતી ન હેાય તેથી પાંચમી શરત રાખવામાં આવી છે. )
૫ દીક્ષાની ચાગ્ય જાહેરાત કરવી. અને
૬ ઉપલી પાંચે સરતા પળાઈ છે એ પ્રકારનું રાજ્યના નીમાયેલા અધિકારી પાસે પ્રમાણપત્ર મેળવવું.
આ છ એ સરતા પાળીને જો સગીરની દીક્ષા થાય તે પણ તેને દીક્ષિત તરીકે તા ગણવામાં આવેજ નહીં, પર ંતુ તેવી દીક્ષા આપનાર વગેરેને કુદમાં મેકલવા લાયક કે દંડ કરવા લાયક ગુન્હા કરનાર તરીકે ગણવાની જે કલમ નિબંધમાં રાખવામાં આવી છે તે લાગુ પાડવામાં ન આવે. સગીરને દીક્ષિત તરીકે ગણાવવાના હક્ક જ્યારે તે એકવીસ વર્ષના થાય અને તે વખતે પાછા પેાતાને વતન આવી યાગ્ય અધિકારી રૂબરૂ આજીવન દીક્ષિત તરીકેજ ચાલુ રહેવાનું ડેકલેરેશન કરે ત્યારેજ પ્રાપ્ત થાય.
જુદા જુદા શહેરા અને ગામાના શ્રાવક સંધની પરિસ્થિતિથી વાકેફગાર કહી શકશે કે ઘણે ઠેકાણે તે એટલી અવ્યવસ્થિત છે કે તેની રીતસરની સંમતિ મેળવવી તે બનવું અત્યંત મુશ્કેલ છે. તેમજ સગીરના અંગત સગાંની તથા તેનાપર આધાર રાખતા દરેક કુટુંબીજનેાની સંમતિ મેળવવી એ પણ દેખીતી રીતે અસંભવનીય છે, બધા એક વિચારનાજ થઇ જાય તે આશ્ર
જ ગણાય. આ પ્રમાણેની હકીકત હાવાથી અને તેની સાથે ૨૧ વરસની વય સુધી કાયદામાં તે તે દીક્ષિત તરીકે ગણાતા નહી હાવાથી અને તેથી તેના ઉપર દીવાની કાયદાના અમલ થઈ શકે તેમ હોવાથી, આ અપવાદને લાભ કાઇ લઇ શકે-એ મતે તે ફક્ત એક દેખાવ કરવા જેવુંજ જણાય છે. શ્રીમતી ક્રાન્ફરન્સની વ્યવસ્થાપક કમિટિના સભ્યાને હું નમ્રભાવે વિન‘તિ કરીશ કે તેએ પાતાના ઠરાવ શાંતિથી ફરી તપાસે અને તે બાબતમાં ચેાગ્ય વિચારણા કરે. જે શાંતિ, ધીરજ અને કુનેહથી આ અવસરે કામ લેવામાં આવે તે જૈન સમાજમાં દીક્ષાના અંગે જે મતભેદ પડયા છે તે દૂર થાય અને આગળની માકૅ સમાજની એકસપી થાય એવા સંભવ મને તા ઘણા લાગે છે. સ` પક્ષકારાએ તે હેતુ માટે પોતાને મમત્વ ભાવ કમી કરીને સમાજનું અને શાસનનું હીત કયાં રહેલુ છે તે વિષે નિખાલસ દિલથી વિચારણા ચલાવવી જરૂરની છે. વડાદરા સ્ટેટને વિજ્ઞપ્તિ કરવાને બદલે
For Private and Personal Use Only