________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરેલ ઠરાવ અયોગ્ય છે એટલું જ નહીં પણ તે બહુ ઉતાવળી અને જૈન સમાજમાં રોપાયેલા કુસંપના બીજેને બહુ ઉંડાણમાં મુકી આપનાર છે. આ બાબતમાં મુંબઈ સમાચારના તા. ૨૬-૪-૩૧ ના અંકમાં બારમે પાને
જેનચર્ચા” ના મથાળા નીચે બે બિલાડી અને એક વાંદરાની વાત” એવા પેટા મથાળા નીચે એક સુંદર દલીલપુર સર લેખ લખાયેલો છે તે ધ્યાનપૂર્વક વાંચી જવાની હું દરેક વાચકને વિનંતિ કરું છું. મને તે આખે લેખ અત્રે ઉતારી લેવાનું મન થાય છે પણ લંબાણ હોવાથી તેમ થઈ શકતું નથી. શ્રીમતી કોન્ફરન્સની વ્યવસ્થાપક કમીટીને બાળદીક્ષા બીલકુલ બંધ થઈ જાય તે બાબત ખટકતી હોય એમ પણ મને જણાય છે. એટલા માટે પિતાના ઠરાવમાં પ્રસ્તુત કાયદામાં એક અપવાદ મુકવાની સુચના કરી છે. તે અપવાદમાં એમ સૂચવ્યું છે કે “જે કોઈપણ જૈન સગીરને (૧) તે જ્યાંનો વતની હોય ત્યાંના શ્રાવક સંઘને તથા (૨) જે સ્થળે તેને દીક્ષા અપાતી હોય ત્યાંના શ્રાવક સંઘને તથા (૩) તેના માતા, પિતા, સ્ત્રી, આદિ અંગત સગાંઓ તેમજ (૪) તેના પર આધાર રાખતા કુટુંબીજનેની તેની દીક્ષામાં રીતસર લેખિત સંમતિ મળી છે તથા (૫) દીક્ષાની યોગ્ય જાહેરાત થઈ છે એવું (૬) પ્રમાણપત્ર સ્થાનિક ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અથવા આ સંબંધે નીમાએલ ન્યાયાધિકારી તરફથી મળ્યા પછી દીક્ષા અપાઈ હશે તો તેવી દીક્ષાને ગુન્હો ગણવામાં આવશે નહીં, પરંતુ તે સિવાય આ કાયદાની બીજી કલમો તેને લાગુ પડશે, અને જે સગીર ૨૧ વરસનો થાય પછી દીક્ષિત તરીકેજ આજીવન ચાલુ રહેવા ઇચ્છે છે, એવું ડેકલેરેશન વડોદરા રાજ્યમાં જ્યાનો વતની હોય તે સ્થળના ડીસ્ટ્રીકટ સુબા સાહેબ અથવા આ માટે નિયત થએલ ન્યાયાધિકારી પાસે ફાઈલ કરશે તો ત્યારથી તેણે સજ્ઞાનપણે દીક્ષા લીધી છે એમ ગણવામાં આવશે.” આ બાબતને અપવાદ દાખલ કરવા સૂચના કરી જણાવવામાં આવ્યું છે કે “આ અપવાદ દાખલ કરવાથી કેઈપણ સંસ્કારી સગીરની આધ્યાત્મિક ઉન્નતિને આ કાયદો અટકાવી શકશે નહિ...........” કાયદાની ચુંગાલમાંથી સંસ્કારી સગીરને આધ્યાત્મિક ઉન્નતિ સાધતા બચાવી લેવાનો આશય તો સારો કહેવાય, પણ તેને માટે જે જે શરતો મુકી છે, તેનું આપણે સ્થિર ચિત્તે મનન કરીએ ત્યારે તરત જણાઈ આવશે કે એ શરતો મુજબ ભાગ્યેજ કોઈ વતી શકે. એ શરતો એકંદરે ૬ છે :– - (૧) સગીર જ્યનો વતની હોય ત્યાંના શ્રાવક સંઘની લેખિત સંમતિ મેળવવી.
. (૨) જે સ્થળે તેને દીક્ષા અપાતી હોય ત્યાંના શ્રાવક સંઘની લેખિત સંમતિ મેળવવી.
For Private and Personal Use Only