________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગાંઓ તથા જે સ્થળે દીક્ષા આપવાની હોય ત્યાંના શ્રી સંઘની સંમતિથી યોગ્ય જાહેરાત પછી દીક્ષા આપવી.” આ સર્વસામાન્ય ઠરાવ અયોગ્ય ગણાયો અને તેનો અમલ થયે નહી. દરેક દીક્ષા લેનારને માટે માતા પિતાદિ અંગત સગાંઓની સંમતિ જરૂરી ગણવી–તે વારતવિક નથી. રતલામવાલા શ્રીયુત મિશ્રિલમજી કે જેઓ આસરે સાઠ વર્ષની પાકટ વયના હતા, સંસારિપણામાં શ્રાવક ધર્મ ઉત્તમ પ્રકારે પાળતા હતા અને ધાર્મિક જ્ઞાન પણ સુંદર પ્રકારનું ધરાવતા હતા, તેઓને મેવશથી અંગત સગાં દીક્ષા માટે સંમતિ ન આપતા હોવાથી, જ્યારે પોતાના ગામથી નાસી જઈજામનગરમાં દીક્ષા લેવાને પ્રસંગ આવ્યો, એમ મારા જાણવામાં આવ્યું ત્યારે કોન્ફરન્સને આ ઠરાવ કેટલો અયોગ્ય હતો–તે મને સહેજે જણાયું. આ સિવાય બીજા દાખલાઓ પણ આપી શકાય. પરંતુ કેન્ફરન્સ આવો ઠરાવ કરેલો હોવાથી અને તેને જુદી જુદી જગાના સંદ્ય તરફથી ટેક ન મળે, ત્યારે આ ઠરાવને અમલમાં મૂકવાની ઈચ્છા રાખનારાઓએ બીજો રસ્તો એટલે સ્ટેટની દરમ્યાનગીરીને માર્ગ લીધો એમ સમજાય છે. ભાદરવા માસના જૈન ધર્મ પ્રકાશના અંકમાં શ્રીયુત મૌક્તિક જણાવે છે કે “ આવી બાબતમાં રાજ્ય વચ્ચે પડે તે ઈચ્છવા યોગ્ય ન ગણાય, પણ જ્યારે દીક્ષા સંબંધમાં તદન અતે કરવામાં આવે ત્યારે આ સ્થિતિ અનિવાર્ય છે. શ્રીમતી કૉન્ફરન્સ આ સ્થિતિ સમજી લીધી હતી. તેણે બહુ સાદે ઠરાવ કર્યો હતો પણ તેટલા સાદા ઠરાવની અવગણના કરવામાં આવી, એને તેડી પાડવા જંગો જમાવવામાં આવ્યા. એ જે અનુરૂપ ઠરાવો કર્યો હોત તે આ વખત ન આવત.” એટલે શ્રીયુત મૌક્તિકના વિચાર પ્રમાણે પણ શ્રીમતી કોન્ફરન્સના ઠરાવને અનુરૂપ ઠરાવો સંઘોએ ન કર્યો તેથી આ નિબંધની ઉત્પત્તિ થઈ. વડોદરા રાજ્યના અધિકારીઓ ઉપર આ બાબતમાં દબાણ કરનાર સદરહુ ઠરાવને સંઘમાન્ય કરવામાં નિષ્ફળ જનાર સુધાક છે, એમ આથી અનુમાન થઈ શકે. શ્રીમતી કેન્ફરન્સના સંચાલકોને નમ્ર પણે કહી શકીએ કે તેઓ તરફથી થયેલા ઠરાવને અનુરૂપ ઠરાવો સંઘ કરે તે બાબતમાં લેકમત કેળવવા કાંઈ પ્રયત્નો થયા હતા કે ? થયેલે સર્વ સામાન્ય ઠરાવ ઉપર જણાવ્યા મુજબ અયોગ્ય હેવાને લીધે તે મુજબ થવું મારા આધીન મત પ્રમાણે સંભવિતજ ન હતું અને તેથી તેમ કરવા કોઈ પ્રયત્નો થયેલા નહીં હોય, એ બનવાજોગ છે. શ્રીમતી કેન્ફરન્સની વ્યવસ્થાપક કમીટીએ આ મસદા ઉપર જે અભિપ્રાય શ્રીમંત ગાયકવાડ સરકાર ઉપર મોકલી આપવાનો ઠરાવ કર્યો છે, તેમાં આગળ કરેલા ઠરાવથી ઉત્પન્ન થયેલા મમત્વભાવનું મને તો કાંઈક સૂચન થાય છે. હું સવિનય જણાવીશ કે શ્રીમતી કોન્ફરન્સની વ્યવસ્થાપક કમીટીએ
For Private and Personal Use Only