________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુચના કરું છું કે તેઓએ લાયક અને સગીર દીક્ષિતોનું એક લીસ્ટ તૈયાર કરાવવું અને તેમાં તેની ઉંમર, અભ્યાસ, રહેવાનું ઠેકાણું વીગેરે દાખલ કરો. કાંઈ નહી તે છેલ્લાં દશ કે પાંચ વર્ષની અંદરના દીક્ષિતોનું લીસ્ટ જરૂર બહાર પાડવું, એટલું જ નહીં પણ હવેથી તાકીદે લીસ્ટ હંમેશને માટે રહે તે પ્રબંધ કરે એ જરૂરનું છે. દીવાની કાયદા પ્રમાણે સગીર તરફ કેવી રીતે વર્તાય છે?
૧૮ દીવાની કાયદાની રૂએ ઉપર મુજબ સગીરની પોતાની ઈચ્છાથી અને તેના માબાપની રજામંદીથી આપવામાં આવતી દીક્ષાને કેઈપણ પ્રકારે અયોગ્ય ગણવામાં આવી નથી, અને તે અગ્ય હવે પછી ગણવા માટે કાંઈ પણ સબળ કારણ દાખવવામાં આવ્યું નથી. ફોજદારી કાયદા પ્રમાણે સગીર તરફ કેવી રીતે વર્તાય છે ?
૧૯. હવે આપણે ફોજદારી કાયદો જોઈએ અને વિચારીએ કે સગીર પિતાની ઈચ્છા મુજબ પિતાનું વર્તન કેટલે દરજે પિતાની જોખમદારીથી કરી શકે છે, એટલે કે સગીરને આત્મનિર્ણય કરવાને સમર્થ કાયદામાં ગણ્યો છે કે કેમ અને તે નિર્ણય માટે તેને પોતાને જવાબદાર ગણવામાં આવે છે કે કેમ ? આ બાબત પર વિચાર કરતાં આપણું લક્ષ્ય ઈ પી. કે. ની કલમ ૮૨ અને ૮૩ ઉપર પડે છે. કલમો નીચે મુજબ છે –
૮૨ Nothing is an offence which is done by a child under seven years of age. સાત વર્ષની અંદરના કે બાળકનું કૃત્ય
ગુન્હો ગણાય નહીં (3 Nothing is an offence which is done by a child above seven years of age and under twelve, who has not attained sufficient maturity of understanding to judge of the nature and consequences of his conduct on that ocoasion.
સાત વર્ષની ઉપરના અને બાર વર્ષની અંદરના બાળક, જેણે પોતાના વર્તનને પ્રકાર અને તેનાથી નીપજતા પરિણામ સમજવા માટે તે વર્તન કરતી વખતે પૂરતી પરિપકવ સમજશક્તિ પ્રાપ્ત કરી નથી, તેવા બાળકે કરેલું કૃત્ય ગુન્હો ગણાય નહીં.
- ૨૦ ઈગ્લીશ હૈ પ્રમાણે બારને બદલે ચાદ વર્ષની વય ઠરાવવામાં આવેલી છે; પરંતુ આપણા હિંદુસ્તાનના ફેજદારી કાયદા પ્રમાણે તે તે
For Private and Personal Use Only