________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગીરની ઈચ્છા નિરર્થક ગણી શકાય? ૧૫. આ નિબંધમાં સગીરના વાલીની રજામંદીને નિરૂપયોગી ગણી છે તેમ સગીરની ઈચછાને નિરૂપણી ગણા માટે કેટલાકે તરફથી એવું કહેવામાં આવે છે કે પિતાનું હિત અને અહિત ક્યાં છે તે તે સમજી શકવાની સ્થિતિમાં નથી, અને પોતે શું કરે છે તેનું તેને ભાન હોતું નથી. તેથી સગીરની ઈચ્છાને વજન આપવું જોઈએ નહીં. પરંતુ આ બાબત આપણે શાંતિથી વિચાર કરીએ છીએ ત્યારે આપણને જણાય છે કે ધર્મશાસ્ત્રોમાં આ વિષે યોગ્ય લક્ષ્ય અપાયેલું જ છે. દરેક સીવીલ (દીવાની) બાબતમાં સગીરના તરફથી સગીરના વાલીને તેનું હિત સચવાય તે મુજબ કાર્ય કરવાને સત્તા છે, અને તે કાર્ય તેને બંધનકારક ગણાય છે. સામાન્ય રીતે અઢાર વર્ષ પુરા થતાં સુધી દરેક જણ સગીર ગણાય છે. કીમીનલ (ફોજદારી ગુન્હા સંબંધી ) બાબતમાં સગીરને માટે જુદા પ્રકારનુંજ કાયદાનું બંધારણ છે તે આપણે હમણું જોઇશું. દીવાની બાબતોમાં તેના વાલી કોર્ટથી નીમાયેલા હોય છે ત્યારે તેને એકવીસ વર્ષ પુરા થતાં સુધી સગીર ગણવામાં આવે છે પણ તેને વાલી નીમવામાં આવે છે ત્યારે ન્યાયની અદાલતમાં તેની પોતાની ઈચ્છા પણ પુછવામાં આવે છે અને તેના ઉપર સારું વજન અપાય છે.
૧૬. જૈન શાસ્ત્ર પ્રમાણે આઠ વરસની અંદરનાને સામાન્ય રીતે દીક્ષા આપવાનો રીવાજ નથી, અને આઠથી સોળ વર્ષ સુધીનાને તેની પિતાની ઈચ્છા અને તેના માબાપની રજામંદી હોય તો સામાન્ય રીતે દીક્ષા આપી શકાય છે. સોળ વર્ષ પછીનાને માટે તેની પોતાની ઈચ્છા પુરતી ગણાય છે. આ પ્રમાણે હેવાથી તેમાં રાજ્ય તરફથી હાથ નાખી તે કાર્યને એક ફેજિદારી ગુન્હા તરીકે જાહેર કરવાનું પગલું યોગ્ય ન ગણાય. સગીર દીક્ષાની સંખ્યા જોતાં આ કાયદાની જરૂર છે?
૧૭. આ ઉપરથી આવા કાયદા માટે કોઈપણ ઠેકાણે જરૂર હોય એમ જણાતું નથી; એટલું જ નહીં પણ વડોદરા રાજ્યને માટે તો એ બાબતમાં હસ્તક્ષેપ કરવાના કોઈપણ સબળ કારણ ઉપસ્થિત થયાં હોય, એમ મુદ્દલ જણાતું નથી. હકીકત અને આંકડાથી વિચાર કરતાં જણાશે કે વડે દરા રાજ્યની રૈયતમાંથી છેલ્લાં દશ વર્ષમાં લાયક અને સગીરની દીક્ષા બહુ જુજ પ્રમાણમાં થયેલી છે. અને તેનું પરિણામ પણ ભાગ્યે જ કોઈ પ્રસંગમાં અનઈચ્છવાજે આવ્યું હોય. મારી પાસે આ બાબતને લગતી હકીકત અને આંકડા મોજુદ નથી, તેથી આ બાબત મારા ખ્યાલ પરથી હું જણાવું છું, અને સાથે સાથે પૂજ્ય આચાર્યો અને ધાર્મિક સંસ્થાઓને
For Private and Personal Use Only