________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHT
છે કે કાઠીયાવાડના કોઈ ભાગમાં “કાંચળી પંથ” નામને પંથ છે અને તેની માન્યતા એવી છે કે સ્ત્રી પુરૂષો એક સ્થાનમાં એકત્ર થાય, સ્ત્રીઓની કાંચળીઓને એક ઢગ કરવામાં આવે, તેમાંથી દરેક પુરૂષ એક એક કાંચળી ઉપાડે, અને જે સ્ત્રીની કાંચળી જે પુરૂષના હાથમાં આવે તે સ્ત્રી અને પુરૂષ સાથે ભોગવિલાસ કરે. આવો પંથ છે કે નહીં તે હું ખાત્રીથી કહી શકતો નથી, ફકત લોકવાયકાથી સાંભળેલું છે. પણ તે જે કોઈ પ્રચલિત પંથ હોય તે તે પંથનો આવો નિયમ બંધ કરવા માટે યોગ્ય તજવીજ થાય છે તે સામાન્ય જનસમુદાય અંગીકાર કરેલા નીતિના નિયમનું પાલન કરવા માટે હોઈ તે તરફ કોઈ સુજ્ઞ પુરૂષ વિરૂદ્ધતા ન બતાવે. બીજે દાખલે ધણી પાછળ જીવતા બળી મરી સતી થવાના આગલા રીવાજને આપી શકાય, એ પ્રકારના બીજા દાખલાઓ પણ વિચાર કરતાં મલી આવે. પરંતુ બાળકોને ત્યાગ માર્ગ તરફ દોરી જનારી દીક્ષાને સર્વથા પ્રતિબંધ કરવામાં કઈ પ્રકારના સામાન્ય જનસમુદાય અંગીકાર કરેલા નીતિ નિયમોનું પાલન થતું હોય એમ નથી, એટલે તેને માટે પ્રતિબંધ હોઈ ન શકે. માબાપ અગર વાલીની રજામંદી નિરર્થક ગણી શકાય?
૧૪. આ દીક્ષા પ્રતિબંધક કાયદામાં સગીરના માબાપ અગર વાલીની રજામંદી કશા કામની ગણવામાં આવી નથી, એ પણ તદન અયોગ્ય છે. પિતાની સંતતિનું કયે માર્ગે કલ્યાણ થાય તે નકકી કરવાનું અને તે માર્ગે તેને વાળવાને કુદરતી હક્ક તેના માબાપને છે, અને તે તેમની ફરજ પણ છે. તેના કલ્યાણને માટે તેઓને જેટલી લાગણી અને કાળજી હોય તેવી બીજા કેઈને ભાગ્યેજ હોય. આ કુદરતી હક્ક અને ફરજમાં વિક્ષેપ નાખવો એ સગીરના હિતની વિરૂદ્ધ લેખાય. અત્રે એટલું કબુલ કરવું જોઈએ કે જે માબાપ તેવો હક્ક ભેગવવામાં કે તેની ફરજ અદા કરવામાં કોઈ પ્રકારના અંગત પૌલિક સ્વાર્થથી દેરવાતા હોય, અથવા તેઓના ઉપર કોઈ પ્રકારનો દગો કે અયોગ્ય દબાણ કે જુલમ થતો હોય અને તેને વશ થઈ તેઓ દેરવાતા હોય અથવા તેઓના મનની સ્થિતી એવી નબળી હોય કે તેમને કાયદામાં જેઓને સ્વસ્થ મનવાળા ગણાય છે તેવા ગણી શકાય નહીં, તે તેવા માબાપે આપેલી રજામંદી સામાન્ય કાયદા પ્રમાણે પણ નિરર્થક ગણાય, અને તેવી રજામંદીથી થયેલું કાર્ય પણ નિરર્થક ગણાય. પણ ગમે તેવા વ્યવહારકુશળ અને જાણકાર માબાપને આ બાબતમાં પોતાની સંતતિ પરને હક જોગવતા અને તેમના તરફની ફરજ બજાવતાં દૂર કરવા એ ખરેખર અસહ્ય છે.
For Private and Personal Use Only