________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
કોઈપણ પ્રકારની દીક્ષા શોચનીયજ લાગવાની. સંસારના સુખથી કોઈપણ માણસ દૂર રહે અને તપ, જપ, ધ્યાન આદિ આત્મતિના કાર્યમાં પિતાનો તમામ વખત ગાળે તે તેઓને કદી નહી ગમવાનું. તેઓને તે આથી શોક અને સંતાપજ થવાને, તેઓ તો મહા તપસ્વી સાધુપુરૂષો પણ દુનિયાના બીજા મહેનત કરીને કમાઈ ખાનારા પુરૂષો પર ખોટી રીતે ભારભૂત છે –એમ માનવાના, અને દુનિયામાં જડવાદના ફેલાવામાં જે જે પુરૂષો અંતરાયભૂત થતા હોય તેવાઓને તિરસ્કારી કાઢવાના. આજે આર્યાવર્તની સંસ્કૃતિમાં નહીં કેળવાયેલા અને પશ્ચિમની જડવાદની વિદ્યામાં નિષ્ણાત થયેલા આપણા કેટલાક બંધુઓને શાસ્ત્રને હંબગ કહેનાર આપણે સાંભળીએ છીએ. આમાં મુખ્ય કારણ તે વસ્તુઓ તરફ તેવી નજર કરવાનું તેઓનું દ્રષ્ટિબિંદુ છે. બીજા અનેક બંધુઓ શાસ્ત્રોને બહુમાનથી પ્રણામ કરે છે અને મહાતપસ્વી સાધુ પુરૂષો તેને પિતાના તારણહાર માની તેમની સેવાની અહેનિશ ઈચ્છા રાખે છે. એકનું દ્રષ્ટિબિંદુ આ લેક સિવાય બીજું હોતું નથી અને તેથી તેઓ ઐહિક સુખ સંપત્તિમાં કાપ મુકનારા જે જે કારણે હોય તે સર્વને શોચનીય માને છે, જ્યારે બીજાઓ આ લોક તથા પરલોકમાં માનનારા હોઈ આત્મોન્નતિના માર્ગમાં શ્રદ્ધા રાખનારા હોય છે, અને તેથી આત્મોન્નતિના કાર્યમાં જે જે કારણે મદદગાર હોઈ શકે તે સર્વના તરફ બહુમાનની દ્રષ્ટિએ જોઈ પિતાની શકિત મુજબ તેને આદર કરે છે. અમુક વસ્તુ શોચનીય છે કે આદરણીય છે એ બાબત જે દ્રષ્ટિબિંદુથી આપણાથી તે તરફ જોવામાં આવે તેના પર અવલંબે છે. સગીર-સંન્યાસ–દીક્ષાની પદ્ધતિ શોચનીય છે કે આદરણીય છે, તે પણ તેના તરફ જોનારાના દ્રષ્ટિબિંદુ પર અવલંબે છે. રાજ્ય તે આ બાબત પર જૈન દ્રષ્ટિએ જોવું જોઈએ અને તેમ જોવામાં આવે તે સગીરની દીક્ષા કઈ પ્રકારે શોચનીય નહીં દેખાતાં આદરણીય જ દેખાશે.
૧૨. આ મુજબ સગીર દીક્ષા પ્રતિબંધક નિબંધના જે બે મુખ્ય હેતુઓ જણાવવામાં આવ્યા છે, તે લેશ માત્ર ટકી શકતા નથી-એમ ખુ લ્લી રીતે જણાઈ આવે છે,
ધાર્મિક બાબતમાં રાજ્ય કયારે હસ્તક્ષેપ કરે?
૧૩. આ સ્થળે હું એટલું વિશેષ જણાવીશ કે જે કોઈ ધર્મ કે પંચના નિયમ કે ક્રિયા સામાન્ય જનસમુદાયે અંગીકાર કરેલા નીતિના નિયમેની સીધી રીતે વિરૂદ્ધ જતા હોય છે તેવા નીતિના નિયમોનું પાલન કરવા માટે, તે ધાર્મિક ક્રિયા કે નિયમોના ઉપર પ્રતિબંધ મુકાય છે તેમાં ખોટું થાય છે, એમ ન કહેવાય, દાખલા તરીકે આપણે સાંભળવામાં આવે
For Private and Personal Use Only