________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩
ર્ણય પર આવવાને વિચાર રાખ્યો હોય તો તેની તપાસ મારા નમ્ર અને ભિપ્રાય પ્રમાણે વાસ્તવિક ન ગણાય. આવી મહત્વની બાબતમાં નિબંધનો મુસદ્દો પ્રગટ કરતા પહેલાં મેગે ગૃહસ્થ અને સાધુઓ પાસે તપાસ કરવી જરૂરની હતી. અને તે તપાસને અંતે જે એવા અભિપ્રાય પર આવવાનું થાય કે મુસદ્દો પ્રાથમિક દ્રષ્ટિએ જરૂર છે તોજ તે પ્રગટ કરી તેના પર જાહેર જનતાની સૂચનાઓ માંગવી જોઈએ. “હેતુઓ અને કારણે” ના બીજા પેરેગ્રાફમાં આ મુસદ્દો રચવાનું કારણ જણાવ્યું છે. તેમાં ફકત એટલુંજ કહેવામાં આવ્યું છે કે “વળી કેટલેક પ્રસંગે કુમળી વયના જૈન બાળકેને ત્યાગની દીક્ષા આપવામાં આવી સાધુ બનાવવામાં આવે છે અને તેથી તે પદ્ધતિ શોચનીય હાઈ બંધ કરવા પાત્ર છે એમ શ્રીમંત સરકારને પણ જણાયું છે.” નિબંધને મુસો ઘડવા માટે ફકત એટલું જ કારણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ત્યારપછી તો મુસદાની જુદી જુદી કલમો બાબતમાં સમજણ આપેલી છે.
૨. આટલા ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે આ મુસદ્દો ઘડવા માટે જે કાર ઉપસ્થિત થએલા કહેવામાં આવે છે તે બે છે. (૧) “અજ્ઞાન બાળકોને દક્ષા આપવામાં આવે છે તેથી અનેક અનર્થો થાય છે, તે અટકાવવા કાંઈક પ્રતિબંધ મુકવાની જરૂર છે, અને (૨) કુમળી વયના જૈન બાળકોને ત્યાગની દીક્ષા આપવામાં આવી સાધુ બનાવવામાં આવે છે તે પદ્ધતિ શોચનીય છે.” આ કારણે વાસ્તવિક છે કે કેમ ? અને તેને લીધે સગીર દીક્ષાને સદંતર નાશ કરવાનું યોગ્ય ગણાય કે કેમ? તે બાબત વિચાર કરવો જરૂરનું છે.
૩. એ બાબત પર વિચાર કરતાં પહેલાં મારે એટલું પ્રથમ જણાવી દેવું જોઈએ કે સગીરની દીક્ષા કે લાયકની દીક્ષા એ કેવળ અમિશ્રિત ધાર્મિક બાબત છે. અનાદિ કાળથી એ પ્રચલિત છે. એ બાબતમાં ધર્મશાસ્ત્રોના જે ફરમાનો હોય તેને અનુસરવાનું છે. તે ફરમાનેને અનુસરવાની દરેક ધર્મપ્રિય ગૃહસ્થ કે સાધુની ફરજ છે. જે કોઈ સાધુ પાસે ધર્મશાસ્ત્રમાં બતાવેલી મર્યાદામાં રહીને કાઈપણ સંસારી દીક્ષા ગ્રહણ કરવા આવે તો તે સાધુથી તેને દીક્ષા આપવાની ના પાડી શકાય નહિં, અને જે તે ના પાડે છે તે પિતાને સાધુ ધર્મના માર્ગથી થોડે ઘણે અંશે વ્યુત થાય છે. ધર્મશાસ્ત્રોમાં દર્શાવેલા વિધિ અને નિષેધ પ્રમાણે વર્તન રાખવું એ દરેક સાધુને સાધુ થતી વખતે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને અનુસરતા અને વિચ્છિન્ન આચાર હોવો જોઈએ. જે રાજસત્તા ધર્મશાસ્ત્રના ફરમાનની વિરૂદ્ધ ફરમાન કાઢે તો ઘર્મસત્તાને આધીન રહેવું કે રાજસત્તાને આધીન
For Private and Personal Use Only