________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
રહેવું—એ ભયંકર પ્રશ્ન ઉત્પન્ન થાય અને જ્યાં ધર્મશાસ્ત્રના ફરમાનોની વિરૂદ્ધ આચરણ કરવાની ફરજ પાડવામાં આવે ત્યાં પરિણામ છેવટ કેવું આવે તે બાબત અનુમાન કરવું મુશ્કેલ નથી. અને વિશેષ કરીને જેઓએ સંસાર ત્યાગ કરી ફકત પોતાની અને પરની આત્મોન્નતિને માર્ગે ચઢાવનાર સંન્યાસ કે દીક્ષા લીધેલી છે તેવા દ્રઢ ધર્મશ્રદ્ધાવાન સાધુ કે સંન્યાસીના સંબંધમાં તે આ બાબતમાં એકજ અનુમાન થઈ શકે. તેઓ તે પ્રાણને પણ પિતાના ધર્મશાસ્ત્રોના ફરમાનોનું ઉલ્લંઘન કરશે નહિ. આ અને આવા પ્રકારના બીજા અનેક કારણોને લઈને દરેક સુધરેલા રાજ્યમાં રાજ્ય સત્તા ધાર્મિક સ્વતંત્રતાને આડે આવતી નથી અને ધાર્મિક બાબતમાં લેશમાત્ર હસ્તક્ષેપ કરતી નથી.
૪. એમ કહેવામાં આવે છે કે “વડોદરાના નામદાર ગાયકવાડ સરકાર સુધારક છે અને તે જ કારણે “અષ્ટ વર્ષે ભગૌરી' કહેનાર બાળલગ્નને પુષ્ટી આપતા પિરાણિકોની સામે જઈ “બાળલગ્ન પ્રતિબંધક ” કાયદો ઘડો હતો અને હજુ તે પ્રચલિત છે. આવાજ આશયથી આ પ્રસ્તુત નિબંધ કાયદા કરવા માટે ઘડવામાં આવ્યો છે.” આ કથન બીલકુલ અવળે રસ્તે દોરનારું છે. “ બાળલગ્ન પ્રતિબંધક ” કાયદા સામાજીક કે અર્ધ સામાજીક અને અધ ધાર્મિક બાબતને લગત છે. લગ્નને ધર્મશાસ્ત્રોના ફરમાન કરતાં સાંસારિક વ્યવહારિક બાબતો સાથે વધુ સંબંધ છે, જ્યારે દીક્ષા એ કેવળ ધાર્મિક બાબત છે. એટલું જ નહિ પણ એ કાયદે દીક્ષા આપનાર સાધુ કે સંન્યાસીઓને લાગુ કરવામાં તે મોટી ભૂલ જ છે. કારણ તેઓ તો સંસારથી વિરક્ત થએલા હાઈ સાંસારિક સબંધની કોઈપણ પ્રકારની દરકાર નહીં કરતાં ફકત આત્મહિતમાં મચ્યા રહે છે. તેવા સંતોને પિતાના દેવાધિદેવે કરેલા ફરમાનને અનુસરવા માટે ગુનહેગાર ઠરાવવા અને સજાપાત્ર ગણવા એ તે અત્યંત દુ:સહ્ય અને જુલમગાર ગણાય. જૈનશાસ્ત્રોમાં ત્યાગદીક્ષા લેવી, લેવાડવી, અને તેનું અનુમેદન કરવું એ બાબતને કેટલી મહત્ત્વની ગણી છે અને તેમાં અંતરાય નાંખનારને કેટલા હલકા દરજજાના અને ભવોભવ પિતાની જાતને દુઃખમાં નાંખનારા ગણ્યા છે, તે બાબત હું લંબાણથી જણાવવાની જરૂર જેત નથી. આ તો બહુ જાણીતી વાત છે કે જૈનધર્મ દીક્ષાપ્રધાન છે અને પરમપવિત્ર દીક્ષા માર્ગ એ જૈનધર્મની વિશિષ્ટતા અને ઉત્તમતા છે, અને તેથી જ જૈન સાધુઓ ધર્મશાસ્ત્રના ફરમાનને અનુસરીને કોઈપણ યોગ્ય જીવ દીક્ષા લેવા તત્પર હોય, પછી તે સગીર હોય કે લાયક હોય, તો તેને શાસ્ત્ર મર્યાદામાં રહીને દીક્ષા આપવાની ના પાડી શકે નહીં. આ ધર્માચરણનો
For Private and Personal Use Only