________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ભોયણીજી તીર્થમાં એકત્રિત થએલ શ્રી શ્રમણસંધના
પ્રાસંગિક ઠરાવે.
ઠરાવ ૧ લો, “વડોદરા રાજ્યના ન્યાયમંત્રી તરફથી સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધનો જે ખરડો જાહેરમાં આવ્યો છે તેને અનેક સંઘે એ અને અમૂક વિરોધીને છેડી પ્રાયઃ સઘળા જૈનોએ ઘેર વિરાધ જાહેર કર્યો છે. આપણે સાધુઓએ પણ જુદા જુદા સ્થળેથી વિરોધ જણવ્યો છે. અત્રે એકત્રિત થયેલ આ શ્રમણસંઘ એક વાર ફરીને વડેદરા રાજ્યને જણાવે છે કેએ નિબંધ જેનશાસનના મૂળમાં ઘા કરનાર છે. તેને પહેલામાં પહેલી તકે મૂળમાંથી નાબૂદ કરવામાં આવે એમ અને શ્રમણસંઘ ઈચ્છે છે. કારણ કે–એમાંજ નીતિમાન રાજ્ય અને કલ્યાણસાધક પ્રજાની ઉન્નતિ સમાએલી છે.”
ઠરાવ ૨ જે. “શ્રી જિનશાસનમાં આઠથી સોળ વર્ષની વય સુધી માતાપિતાદિ વાલીની રજાથી અને ત્યારબાદ અતિવૃદ્ધાવસ્થા સુધી માતાપિતાદિ વાલીની રજા ન મળી શકે તેમ હોય તે તે વિના પણ ઉત્સર્ગ માર્ગે દીક્ષા વિહિત છે. વળી શ્રી જિનાજ્ઞા માટે તે આજે પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુકૂળ છે અને પાંચમા આરાના છેડા સુધી રહેશે. આથી આ શ્રમણસંધ જાહેર કરે છે કે-પાટણમાં દીક્ષા માટે સંઘની રજા વિષે કરવામાં આવેલ ઠરાવ શાસ્ત્ર વિરૂદ્ધ છે. અને તે જિનાજ્ઞા વિરૂદ્ધ ઠરાવ શ્રી સંઘને નહિ પણ કેટલાક ધર્મવિરોધી અજ્ઞાન યુવાનોનાજ છે. આવો કોઈપણ ઠરાવ શ્રી જૈન સંધ કરી શકે નહિ અને કરે તે તે જૈન સંઘ કહેવાય નહિ. એટલે એ ઠરાવ અને તે પછી તેને અંગે તે ઠરાવ કરનારાઓએ જે કાર્યવાહી કરી છે, તે સર્વે કઈ પણ જૈન સંઘને માટે તિરસ્કારવા યોગ્ય છે. ”
ઠરાવ ૬ ઠે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે–બાલદીક્ષાનું વિધાન કરનાર શાસ્ત્રકારોએ જૈનશાસનને અવિચ્છિન્ન બનાવ્યું છે અને અત્રે મળેલો આ શ્રમણસંધ જાહેર કરે છે કે-આજે કેટલાક ધર્મશત્રુઓ કહે છે કે–બાળદીક્ષા એ ભયંકર વસ્તુ છે, પણ એ ખોટું છે. બાલદીક્ષામાંજ શાસનનો ઉદ્ધાર છે. ઈતર દર્શનકારે પણ બાલબ્રહ્મચારીઓને માનપૂર્વક સ્વીકારે છે. બાલદીક્ષાની પુષ્ટિ જૈનશાસનમાં જોરશોરથી કરેલી છે. એથી જૈનસમાજમાં કોઈપણ એવો હોવો જોઈએ નહિ, કે જે બાલદીક્ષાને વિરોધી હેય.”
For Private and Personal Use Only