________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઠરાવો શ્રી ભોયણીજી તીર્થમાં સ્વાભાવિક એકત્રિત થએલ પૂ. શ્રી શ્રમણ કરેલા છ ઠરાવમાંના છે. ઉક્ત છ ઠરાવો વિ. સં. ૧૯૮૮ ના ચૈત્ર સુદ ત્રયોદશીને દિવસે પૂ. શ્રી શ્રમણસંઘે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજીની અધ્યક્ષતામાં સર્વાનુમતે ર્યા હતા અને તેઓશ્રીની જ અધ્યક્ષતામાં વિ. સં. ૧૯૮૮ ની ચિત્રી પૂર્ણિમાને દિવસે સાધુ-સાધ્વી–શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ શ્રીસંધની ૭ થી ૮ હજારની માનવમેદની સમક્ષ શ્રી ભોયણીજી તીર્થમાં જ જાહેર કર્યા હતા.
" આ ઠરાવો થયા તે વખતે પૂજ્યપાદ જેનરત્ન, વ્યાખ્યાન વાચ
સ્પતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણાં ૨૩, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજના પરમ વિનય પૂ. સિદ્ધાન્તમહોદધિ ઉપાધ્યાય શ્રીમત પ્રેમવિજ્યજી ગણિવર પિતાના પરમ વિનય બાલબ્રહ્મચારી વ્યાખ્યાનવાચસ્પતિ પન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવર આદિ ઠાણાં ૨૯, પૂ. પંન્યાસ શ્રી ભક્તિવિજયજી આદિ ઠાણું ૧૫, પૂ. પંન્યાસ શ્રી કુમુદવિજયજી આદિ ઠાણાં જ, પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ પન્યાસ શ્રી વિજયસાગરજી આદિ ઠાણું ૪, પૂ. પંન્યાસ શ્રી કીર્તિસાગરજી આદિ ઠાણ ૩, પૂ. પંન્યાસ શ્રી રવિવિમળજી આદિ ઠાણું ૨, પૂ. પંન્યાસ શ્રી પુષ્પવિજયજી આદિ ઠાણાં ૩, પૂ. મુનિશ્રી કીર્તિવિજયજી આદિ ઠાણ ૩, પૂ. મુનિ શ્રી બુદ્ધિવિજયજી આદિ ઠાણું ૧૦, પૂ. મુનિશ્રી સૌભાગ્યવિજયજી આદિ ઠાણ જ, પૂ. મુનિ શ્રી સુજશવિજયજી આદિ ઠાણ ૨, પૂ. મુનિશ્રી ચંદ્રવિજયજી, પૂ. મુનિ શ્રી કીર્તિમુનિ આદિ ઠાણાં ૨, તથા પૂ. મુનિ શ્રી કીર્તિવિજયજી હાજર હતા.
For Private and Personal Use Only