________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબઈમાં જૈન યુવકોની જાહેર સભા.
ધી યંગ મેન્સ જેન સેસાયટી, શ્રી મુંબાઈ જૈન યુવક મંડળ, શ્રી વર્ધમાન જૈન સભા, શ્રી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન મિત્ર મંડળ, શ્રી કચ્છી જન સામાયિક મંડળ, તથા ધી યંગ મેન્સ જૈન વૈોલન્ટીયર કોર–ના આશ્રય નીચે રા, અમીચંદ ગેવિંદજી શાહ એડવોકેટના પ્રમુખપણું નીચે તા. ૩૧ : ૧૨ : ૩૧ અને તા ૧: ૧: 'રૂરને દિને મુંબઈ–હીરાબાગમાં મળેલી જૈન યુવકોની જાહેર સભાએ સર્વાનુમતે પસાર કરેલા કેટલાક પ્રાસંગિક ઠરાવ
કરાવ ૨ જો. તાજેતરમાં મુંબઈમાં મળેલી કોંન્ફરન્સની સ્ટેન્ડીંગ કમીટીમાં જાહેર થયું છે કે જેના કામમાં પ્રસરી રહેલ કુસંપનું સમાધાન કરવા ધર્મિપક્ષ તૈયાર નથી, પરંતુ અત્યાર સુધીમાં જ્યાં જ્યાં સમાધાનીના માર્ગો દેખાયા
ત્યાં ત્યાં આપણે તત્પરતા દેખાડી છે અને તેથી કરવામાં આવેલ આક્ષેપ નિરર્થક છે. હજુ પણ તેઓ કેમના સંગઢન ખાતર સમાધાન કરવા ઈચ્છતા હેય તે આપણું કામનું પ્રતિનિધિત્વ ધરાવતી શ્રી દેશવિરતિ ધમરોધક સમાજ, ઓલ ઇન્ડીઆ યંગ મેન્સ જૈન સોસાયટી સંમેલન અથવા બંને તરફના આગેવાને સાથે સમાધાનીના સંદેશા ચલાવવાની મુંબાઈમાં હીરાબાગમાં મળેલી જૈન યુવકેની આ જાહેર સભા ભલામણ કરે છે.
ઠરાવ ૩ જે. વડોદરા રાજ્ય વજુદ વગરના ઉદ્દેશ અને હેતુના આધારે પ્રસિદ્ધ કરેલ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ, અહિંસા અને સત્યની પ્રચારક મુનિ સંસ્થાની પ્રગતિને અટકાવનાર, ધર્મવર્તનની સ્વતંત્રતા ઉપર ત્રાપ મૂકનારે, સંસારત્યાગના આદર્શવાળી જૈન કેમની ધાર્મિક લાગણીને અત્યંત દુભવનાર છે, એમ મુંબાઈમાં મળેલી જૈન યુવકોની આ સભા જાહેર કરી શ્રીમંત ગાયકવાડ સરકારને તે બીનજરૂરી નિબંધ સાંગોપાંગ રદ કરી પાછો ખેંચી લેવા વિનંતિ કરે છે.
For Private and Personal Use Only