________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જગાએ તે વર્ષોના વર્ષો વહી જવા છતાં મુનિના દર્શન દુર્લભ છે. પરિણામે પર્યુષણું જેવા મહાપર્વો પણ યથાર્થ રીતે ઉજવી શકાતા નથી, અને તે પવો દરમીયાન જે ધર્મધ્યાન થવું જોઇએ તે કેટલીક જગ્યાએ મુનિમહારાજની હાજરીના અભાવે થઈ શકતું નથી. તેથી મુનિમહારાજાએની સંખ્યામાં યકિચિત થતા વધારા અટકાવીને તેના ઉપર આવી જાતના અંકુશ મુકાઈ તેમાં દીનપ્રતિદીન ઘટાડા થવા જેવું અને તે ઇચ્છવાયાગ્ય નથી. અને તેથી જ આપણે દરેકે આ કાયદાને વિરોધ કરી તેને અમલમાં આવતા અટકાવવા આપણાથી બનતા દરેક પ્રયત્ન જરૂર કરવા જોઇએ.
(
વડાદરા રાજ્યની આજ્ઞાપત્રિકામાં ' આ નિબંધ બહાર પડયા પછી અમદાવાદમાં લગભગ સેાએક જૈન આગેવાતા મળ્યા હતા અને કાઇ પણ ભાગે દીક્ષા પ્રતિબંધક નિબંધને અમલમાં આવતા અટકાવવા માટે વિચારણાઓ થઈ હતી, અને જૈન આગેવાનેાની એક વગવાળી કમીટી નીમીતે તે કમીટી દ્વારા આ ઠરાવના વિરોધ કરી તેને અમલમાં આવતા અટકાવવાનું નક્કી થયું હતું.
કમીટીના નમ્ર સેવા તરીકે “ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ'ની ખીનજરૂરીયાત અમેાએ જૈન સમાજને સમજાવવાના પ્રયત્ન કર્યા છે. હવે જેના પોતાની ધાર્મિક ફરજના વિચાર કરી પોતાના અવાજ શ્રીમંત ગાયકવાડ સરકારના મે. ન્યાયમત્રી સાહેબ ઉપર વડાદરે માકલાવી આપશે– એવી આશા છે.
પત્રવ્યવહાર્
વાદરા રાજ્ય સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ રદ કરાવવા નીમાયેલી કમીટી ઠે. રતનપેાળ, પાંજરાપોળ. જૈન ઉપાશ્રય અમદાવાદ.
દીક્ષા પ્રતિબંધક નિબંધને અટકાવવા માટે જે કંઈ પણ સુચના આપ કરી શકો તેમ હા તે તે જરૂર કરશેાજી.
લી. શ્રી સંધના સેવકા,
કેશવલાલ અમથાશા વકીલ
બી. એ. એલ. એલ. બી.
કેશવલાલ માહેાલાલભાઇ ઝવેરી, વકીલ મણીલાલ રતનચંદ્ર દલાલ,
સારાભાઇ જેશીંગભાઇ ચીમનલાલ કેશવલાલ કડી. કમીટીના સેક્રેટરીએ.
For Private and Personal Use Only