________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી અને પ. પ. આચાર્ય શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની રૂબરૂમાં સં. દી. પ્ર. નિબંધ રદ કરાવવા નીમાયેલી કમીટીએ નીચે
જાહેર વિનતિ પત્ર પ્રસિદ્ધ કર્યો હતો.
વડોદરા રાજ્ય તરફથી પ્રગટ થયેલ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ઉપર સૂચનાઓ મોકલી આપવાની મુદતમાં એક મહિનાનો વધારે કરવામાં આવ્યું છે અને દરેક જૈન સંઘ, સંસ્થા, કે વ્યક્તિ તા. ૧૫ મી ડીસેમ્બર ૧૯૩૧ સુધીમાં તે નિબંધને વિરોધ કરનારી ઘટતી સૂચનાઓ વડેદરા રાજ્યના રા. રા. ન્યાયમંત્રીને મોકલી આપે તે જરૂરી છે. આ
આ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ ધર્મઘાતક હોવાથી અમદાવાદના સકળ જૈન સંઘે તા. ૧૩-૧૧-૧૯૩૧ ના રોજ નગરશેઠની વંડે અસાધારણ મેદનીમાં એકત્રિત થઈને સર્વાનુમતે તે નિબંધને વિષેધ કરનારો નીચે મુજબ ઠરાવ કર્યો છે.
ઠરાવ વડોદરા રાજ્ય જાહેર કરેલ “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ જૈન ધર્મના સિદ્ધાંત વિરૂધ્ધ તેમજ જનસમૂહના ધામિક હો ઉપર બીનજરૂરી દખલગીરી કરનાર અને તેમની ધાર્મિક લાગણી અત્યંત દુભાવનારો હોવાથી અમદાવાદને જૈન સંઘ નેક નામદાર ગાયકવાડ સરકારને તે નિબંધ પાછો ખેંચી લેવા આગ્રહભરી વિનંતિ કરે છે,
આજ સુધીમાં અમદાવાદના શ્રી જૈન સંઘની માફક સેંકડો ગામોના શ્રી સંઘએ, જૈન સંસ્થાઓએ અને આગેવાન વ્યકિતઓએ આ નિબંધને વિરોધ કર્યો છે અને આપે જે હજુ સુધીમાં એવો ઠરાવ ના કર્યો હોય તે આ મળેલી વધારાની મુદતમાં વિધને ઠરાવ કરીને વડોદરા રાજ્યના ન્યાયમંત્રી સાહેબ ઉપર મોકલી આપશે. આ બાબતમાં દુર્લક્ષ કરવાથી ધર્મ અને સમાજને મેટા નુકશાનને ભય છે. પાંજરાપોળ, જૈન ઉપાશ્રય).
લી. મંત્રીઓ, અમદાવાદ
- વડોદરા રાજ્ય સંન્યાસ દીક્ષા પ્રતિબંધક તા. ૨૨-૧૧-૧૯૩૧ )
નિબંધ રદ કરાવવા નીમાએલી કમીટી,
For Private and Personal Use Only