________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
બાળકને વેપારધંધા શીખવવામાં આવે ત્યાં તેને વેપારધંધાની આવશ્યક્તા અને તે માટે જે કઈ કરવું પડે તેનું કેટલું જ્ઞાન હોય છે ? કારીગરીને કક્કો ધુંટનાર બાળકને તે સંબંધી શું ખ્યાલ હોય છે? કશા જ નહિ. દરેક સંન્દ્રેગામાં બાળકના હિતને વિચાર કરીને વાલી બાળકની શક્તિ અને જે રસ્તે બાળકને દારવામાં આવે છે તેની યેાગ્યતાના વિચાર કરીને બાળક માટે છેલ્લેા નિય બાંધે છે. ( અને તે નિય મુજબ બાળક જેમ પ્રતિ કરે છે તેમ તેમ તેને તે તે સંબંધી વિશેષ માહિતી મળતી જાય છે અને છેવટે ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે.)
આ બધા નિયામાં છેલ્લા ચાર સંસારિક નિણુયામાં સરકાર વચ્ચે નથી પડતી અને વાલી જે કઈ કરે છે તે બાળકના હિતની દૃષ્ટિએ કરે છે એમ કબૂલ રાખે છે. તા પહેલાં ધમ જીવનને લગતા નિય—જેસનું હિત કરનારા નિણૅય છે તેમાં સરકાર કૅમ વચ્ચે પડી શકે ? ખીજા પ્રશ્નમાં આપણે જોઇ શકીએ છીએ કે દરેક માતાપિતા અગર વાલીને પોતાના બાળક અગર પાલ્ય તરફ કુદરતી વાત્સલ્યભાવ હોય છે. બાળકના સુખેજ તે સુખી થાય છે અને બાળકના દુઃખે તે દુઃખી થાય છે. આપણે જૈના શું બાળકને અવળા રસ્તે ચડાવવાનું કામ કદીએ કરીએ છીએ ? નહીં જ. વિશેષમાં બાળકને દીક્ષા અપાવવામાં તે માતાપિતા અગર વાલી પોતાના સ્વાર્થના ભારે ભોગ આપે છે. કારણકે પોતાના ઘેર જન્મેલા એ બાળક યુવાન અવસ્થા પ્રાપ્ત થતાં ઘરને સધળેા ભાર ઉપાડી લેશે અને પોતાને વૃદ્ધ અવસ્થામાં નિવૃત્તિ મળશે–એ અભિલાષા દરેક માબાપને જરૂર હાય છે. જે માબાપેા આળકના હિતની દૃષ્ટિએ અગર તેને ધર્મમાર્ગે વાળવાની ખાતર દીક્ષા લેવામાં સંમતિ આપે છે, તે પોતાની આ અભિલાષાને ભાગ આપી પોતાનું જીવન પાતાના પુરૂષા અને કમ ઉપર છેડી બાળકનું જ હિત સાથે છે.
આપણા જૈન સમાજમાં હાલમાં આસરે પાંચસા જેટલા સાધુઓ છે અને આ નાના આંકડા એમ સાબીત કરી આપે છે કે જૈન દીક્ષાએ પુરેપુરા વિચારપૂર્વક અપાય છે.
આપણા મુનિમહારાજાએાના ઉચ્ચ ચારિત્ર, જ્ઞાન અને સચમે માત્ર જેનેાજ નહિ પણ અન્ય ધર્મીએ અને વિલાયત અને અમેરીકાના લોકોને પણ મુગ્ધ કર્યાં છે, અને તે પણ આપણા આચાય મહારાજાઓને ઝૂકે છે. આપણા સાધુ મહારાજાઓની સખ્યા એટલી થેાડી છે કે તેમને લાભ આપણા સમાજના મેોટા ભાગને હજી લગી મળી શકતા નથી અને કેટલીક
४
For Private and Personal Use Only