________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४ કલબ્ધિ, આહારક શરીરલબ્ધિ, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, જિનકલ્પ, ત્રણ પ્રકાના સંયમ, કેવળજ્ઞાન, મેક્ષ જવું–આ દસ વસ્તુ બંધ થઈ.”
આ ઉપરથી સાધુઓએ જંગલમાં જ રહેવું જોઈએ એમ કહેવું, તે અયોગ્ય છે. વળી સાધુએ કેવા મકાનમાં રહેવું, તે સંબંધી પંચવસ્તકમાં જણાવ્યું છે કે
" मूलुत्तरगुणशुद्धं थीपसुपंडगविवजिअं वसहिं । सेविज सव्वकालं विवजए होंति दोसा उ ॥ ७०६ ॥"
(પંચવસ્તુક પા. ૧૨ ગાથા ૭૦૬)
મૂળ ગુણ અને ઉત્તર ગુણથી શુદ્ધ સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત એવા મકાનમાં સર્વ કાળ રહે. એથી વિપરિત સ્ત્રી વિગેરેના સંબંધવાળી વસતીમાં રહેવાથી દે લાગે છે.”
આ પ્રમાણેની ગાથાથી શરૂઆત કરી-૭૨૯ ગાથા પયંત શુદ્ધાશુદ્ધ વસતી એટલે મકાનનું વર્ણન કરવામાં આવ્યું છે તથા શુદ્ધાશુદ્ધમાં રહેવાથી થતી અસર વિષે પૂર્ણ વિવેચન છે.
આ ઉપરથી સાધુઓ તેમના આચાર મુજબ વસતીમાં રહે છે, એ નક્કી થાય છે.
જે મકાનમાં સાધુ રહે તેને ઉપાશ્રય કહેવામાં આવે છે, એટલે ઉપાશ્રયના માલિકને ત્યાંથી નીચે જણાવેલી વસ્તુઓ લેવી સાધુને કલ્પે નહિં.
“તથા “ તિજ્ઞા 'ત્તિ રાવ્યાત-તિવામી તgિ :अशन १ पान २ खादिम ३ स्वादिम ४ वस्त्र ५ पात्र ६ कम्बल ७ रजोहरण ८ सूची ९ पिष्पलक १० नखरदन ११ कर्णशोधनक १२ लक्षणो द्वादशप्रकारः सर्वेषां जिनानां तीर्थेषु सर्वसाधूनां न कल्पते ।"
(કલ્પસૂત્ર પાનું ર: પહેલી પુડી) “ઉપાશ્રયને જે માલિક તેને ઘેરથી બાર પ્રકારનો પિંડ સર્વ તીર્થના સર્વ સાધુને લેવો કલ્પે નહિં, તેના નામ-આહાર રાંધેલું અનાજ આદિ, પાણી, ખજુર આદિ, એલચી પ્રમુખ, કપડાં, પાતરાં, કામળી, ઓ, સંય, અસ્ત્રો, નેચણી, કાને શુદ્ધ કરવાની ચાટુડી.”
આ બધા પાઠ ઉપરથી સાફ દેખાય છે કે સ્થવરકલ્પી સાધુઓ માટે જંગલમાં રહેવાનું વિધાન નથી. ઉપરાત તેમ કરવું તે આચાર વિરૂદ્ધ છે. કારણ કે- તે તે શ્રી જિનકલ્પી માટે જ છે અને તે તે શ્રી જંબૂસ્વામિ પછી વિચ્છેદ થયેલ છે.
For Private and Personal Use Only