________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮ સત્યના માર્ગે ચાલે છે, તેમના પર જૈન સંઘને અંકુશ નથી. કેઈ પણ જૈન સાધુઓ ઉપર અંકુશ મૂક્યાની મને માહીતિ નથી–એમ આ સાહેદ કહે છે. વડોદરાની મીટીંગના ઠરાવો ફરજીઆત છે. જૈન સાધુઓનું જીવન ચાલતી પ્રથા હાલના સંજોગો તથા જુના મંતવ્યને અનુસરીને છે. પાટણ જૈન સંઘને ઠરાવ વડોદરાની મીટીંગના ઠરાવને અનુસરીને હતો. આ સાહેબે ૧૪ વર્ષની ઉમરે દીક્ષા લીધેલી. બાપ અને માની પરવાનગી બાદ કોઈ અન્યની પરવાનગીની જરૂર નથી. અને તેવી જૈન સંઘની પરવાનગી લેવી જોઈએ, એને માટે કાંઈ સાધન નથી. જૈન સંઘ જે અનુમાન પર આવેલ છે, તે માટે કેઈ જૈન સાધુને પૂછવામાં પણ આવેલ નથી. કોઈ પણ જાતની ઉંમરની મર્યાદા વિનાને આ ઠરાવ કેઈન ઉપર પણ લાગુ પાડવા માટે બહુ વિશાળ છે. તહોમતદાર તરફથી એમ કહેવામાં આવે છે કેતેમને ઠરાવ વડોદરાની મીટીંગને અનુસરત છે, તે તેમની તકરાર તુટી પડે છે. તેમણે કઈ સાધુની સંમતિ લેવાની દરકાર પણ કરી નથી.
છાપાઓમાં આ બદનક્ષીનો હેવાલ . ૧ ની સુચનાથી છપાવવામાં આવ્યો હતો. તે બદનક્ષીનો હેવાલ લોકોમાં સામાન્ય રીતે છુટા હાથે વહેંચવામાં આવેલ હતો અને તે શુદ્ધ બુદ્ધિથી કામ કરવામાં આવ્યું નહોતું. તહોમતદાર નાતનું એક તડ છે અને તેમને તેમ કરવાનો અધિકાર નહોતો. મારા અભિપ્રાય મુજબ તે બદનક્ષીનો હેવાલ યોગ્ય બુદ્ધિથી વહેંચવામાં આ નહે. અને દીક્ષાની બાબતમાં અમૂક માણસે ખોટા અનુમાન પર આવ્યા તેમ ધારીને, તે માણસો વિરૂદ્ધ બદનક્ષી ભરેલા હેવાલ છાપવા તે અક્ષમ્ય ગણાય. જે રીતે આ પ્રસિદ્ધિ કરવામાં આવી છે, તે બીનજરૂરી અને મૂળ જે આશય હતો, તેના કરતાં ઘણી જ વધારે પડતી રીતે કરવામાં આવેલ છે. ફરીઆદીના કાયદેસર હક્કોને જાણી જોઈને અનાદર કરવામાં આવેલ છે અને તેથી કાયદેસરને શ્રેષ અને ઈષ્ય પુરતી રીતે જણાઈ આવે છે. આવી રીતે પ્રસિદ્ધ કરવાથી ફરીઆદીની આબરૂને હાનિ થાય, કારણ કે–જેને માટે આ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તે માણસને આમાં કોઈ પણ હિત નથી, તેથી આવી રીતની પ્રસિદ્ધિ ફરીઆદીને વધારે નુકશાનકારક છે.
જૈન સાધુઓ તરફ પૂજયબુદ્ધિ એકદમ ઉત્પન્ન થાય છે અને મેગ્ય કારણ સિવાય નાતના આગેવાનોએ તેમાં વચમાં પડવાનું નથી. આ પ્રસંગે જે જરૂર ઉત્પન્ન થએલી તે જોતાં આંક ૨૯ નો ઠરાવ જે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, તે તેની સીમા ઓળગેલ છે, તેથી તે માટે તહોમતદારે જવા
For Private and Personal Use Only