________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૭ વડોદરામાં કરવામાં આવ્યો હતો. તે. ૧ની શુદ્ધ નિષ્ઠા તપાસવાને માટે આશરે ચાર સાહેદે તપાસવામાં આવ્યા છે. તેમના આંક ૭૨, ૪ર ૫, ૪૭પ અને ૩૪પ છે. આંક ર કાંતિવિજયજી કહે છે કે ગુરૂએ શિષ્યની લાયકાત નક્કી કરવી જોઈએ. આ બાબતમાં એમ જણાવવું પડે છે કે-સાધુઓમાં પણ તડ પડેલા છે. રામવિજયજી, પ્રેમવિજયજી વિગેરે એક બાજુ છે અને કાંતિવિજયજી તથા પુણ્યવિજયજી સામી બાજુમાં છે. ફરીઆદ પક્ષ પ્રથમનાને માન આપે છે અને તહોમતદારો સામા પક્ષના છે. (આંક ૬૬ ભોગીલાલ કહે છે કે પાટણમાં એક બાજુએ ૧૨ અને બીજી બાજુએ ૨૪ સાધુ છે.) કમળવિજયજીના પ્રમુખપણામાં વડોદરામાં મીટીંગ થઈ તે વખતે સાહેદ કાંતિવિજયજીએ એવો ઠરાવ રજૂ કરેલે કે–દીક્ષા પહેલા શિષ્યની અજમાયસ કરવી જોઈએ અને તેના સગાંઓને રજીસ્ટર્ડ નોટીસ આપવી જોઇએ, અને તેમ કરવાની જે કસુર કરશે તેની સખત ખબર લેવામાં આવશે. આંક ૨૦ અને ૨૩ ના ઠરાવો જૈન સંઘને બંધનકારક છે. સાધુઓની મીટીંગમાં જે ઠરાવ કર્યો તે આંક ૨૭ ને અનુકુળ છે. નં. ૨૦ અને ૨૩ ને સાધુની મીટીંગનો ઠરાવ જૈન સંઘને બંધનકારક છે. આંક ૩૪૫ ના સાહેદ તંત્રી છે અને તેણે બરોડાની મીટીંગનો હેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. સાધુના ૧૦-૧૫ વિભાગ છે. આવા એક મંડળ પૈકી તરફથી વડોદરાની મીટીંગ બોલાવવામાં આવી હતી. આત્મારામજીના મંડળના અનુયાયીઓ એકઠા મળ્યા હતા અને તેમાં ઠરાવ કરી સાધુઓના મત માટે રજુ થયા હતા. તે કામમાં બીજા કેઈ પણ જનન અવાજ નહોતે. એક સંધાડાના ઠરાવો બીજા સંધાડાવાળા માન્ય કરે અગર ન કરે. આ ઠરાવોને અમલમાં મૂકાવવા સારૂ કોઈએ દરકાર પણ કરી નથી. તે મીટીંગમાં થએલા વિવેચનની તેણે ટુંકી નેંધ લીધી હતી. ગયા ૨૦ વર્ષમાં આવી સાધુની મીટીંગ ભરવાની જરૂર પણ ઉભી થઈ નથી. આંક ૪૨૫ ના સાહેદ પ્રેમવિજયજી કહે છે કે-જે કોઈ સાધુ અગ્ય વર્તન કરે, તે સખત ઠપકાને પાત્ર છે. કાંતિવિજયજીએ વડોદરાની મીટીંગમાં જે ઠરાવો રજુ કર્યા હતા, તે વખતે હું હાજર હતો એમ આ સાહેદ કહે છે. તે ઠરાવ આજ્ઞારૂપે હતા, પરંતુ તે ફરજીયાત નહેતા. સુસાધુઓની સેવા કરવી અને તેમને આજ્ઞાંકિત રહેવું તે જૈનોનો ધર્મ છે. તેમના પર સત્તા જેનો ચલાવી શકે નહિ. ૧૬ વર્ષની અંદરના દીક્ષિત માટે માબાપ અગર વાલીની પરવાનગીની જરૂર છે. જૈન સંઘની પરવાનગી જોઈએ તે બાબત કેઈપણ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. સાધુની મીટીંગમાં જે સાધુઓએ ઠરાવ ક્યાં છે, તે એકલા સાધુઓથી જ અમલમાં મૂકી શકાય નહિ. આંક ૪૭ નો સાહેદ પુણ્યવિજ્યજી કહે છે કે-જે સાધુ
For Private and Personal Use Only