________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯ પરિશિષ્ટ ન. ૨૨
પાટણ કેસમાં જાબાની આપતાં ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજે વડોદરાના સાધુ સંમેલન બાબતમાં કરેલે ખુલાસે.
વડેદરામાં આત્મારામજી મહારાજના સંધાડાનું સંમેલન થયેલું, તે વખતે હું હાજર હતા. ૧૯૬૮ ની સાલમાં હાજર હતો. તે સંમેલનમાં મરજીયાત તરીકે થોડા ઠરાવો થયેલા છે. થયેલા ઠરાવ ઉપર દરેક સાધુની સહીં લીધેલી નથી. તેમાં ઠરાવ તરીકેની સહી નથી. જે છે તે હાજરી તરીકેની સહી છે.
મારા ગુરૂ આત્મારામજીએ વગર રજાએ ૧૬ વરસની ઉંમરના ઘણાને દીક્ષા આપેલી છે.
વડોદરાના સંમેલન વખતે હું હાજર હતા. તે વખતે ઠરાવ મરજીયાત છે અને સાધુને યોગ્ય લાગે તે માટે રજીસ્ટર કાગળ મેકલવાનું ઠરેલું. તે ઠરાવ ધર્મશાસ્ત્ર વિરૂદ્ધ નહોતે. સગાંવહાલાં આવીને સંમતિ આપતા હોય તો નોટીસ આપવાની જરૂર રાખેલી નથી. ઉપરનો ઠરાવ એક સંઘાડાના સાધુઓએ કરેલું હતું. તે ઠરાવ બીજા સંધાડાના સાધુઓને માન્ય નહિં. તે ઠરાવ આચરણ તરીકે માન્ય નથી. તમામ સાધુઓ માનીને ઠરાવ કરે તો આચરણું થઈ શકે. તે ઠરાવ વિષે પહેલો ઠરાવ એ છે કે આચાર્ય કમલરિ જેમ કહે તે રીતે કરવાનો પહેલો ઠરાવ છે. એમની સંમતિ મુજબ દીક્ષા થયેલી છે. એમના પછીથી દાનસુરિજીના કહેવા મુજબ કામ થયેલું છે. એ ઠરાવ મુજબ રજીસ્ટર કાગળો મોકલેલાં છે અને ઘણે ભાગ માબાપની સંમતિથી થયેલ છે. જાહેર નોટીસ પણ આપેલી. એ દરાવ સાધુઓને માટે જ છે. તેની અમલ બજવણી સાધુઓ જ કરે. સંમેલનના ઠરાવોને અનુસરીને નિ. વાળા ઠરાવ નથી. શ્રાવકની કે શ્રાવક સંઘની પરવાનગી લેવા વિષે વડોદરાના ઠરાવે ઠરાવેલું નહિં. કારણ તે શાસ્ત્રવિરૂદ્ધ છે અને નિ. વાળા ઠરાવ કરવો–એ વડોદરાના ઠરાવ મુજબ કરવાની દરેક શ્રાવકની ફરજ છે, એમ કઈ કહેતું હોય તે તે તદન ધર્મવિરૂદ્ધ છે. દીક્ષા વિષે ઠરાવ કરવાને શ્રાવકને અધિકાર નથી.
For Private and Personal Use Only