________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
– ઉલટ તપાસ
હું આત્મારામજીના સંઘાડાને છું. વડોદરાના સંમેલને ગયેલ. સાધુના આચાર અને વર્તન માટે ઘણું ઠરાવો થયેલાં છે. અહીંયા ૨૪ છાપેલાં છે, તેમાં સહી નથી તેથી ઠરાવો સાચા માનતો નથી. મહારાજ ગીતાર્થ હતા, તેથી એક પણ ઠરાવ વિરૂદ્ધ કરે એમ ન હતાં. મને નિ. ૨૦ ના ઠરાવ વાંચી બતાવેલ, તે મજકુરનો અસલ હતો કે કેમ તે હું અસલ જોયા વિના કહી શકું નહિં. સંમેલને એટલી વાત થયેલી કે આપણી પાસે કોઈ પણ દીક્ષા માટે આવે તો યોગ્યતા તપાસવી. એના સંબંધીને ખબર આપીને તપાસ કરે, એ ઠરાવ શાસ્ત્રને અનુસરીને થયેલો છે. કારણ કમળસૂરિજી ગીતાર્થ હતા. આ હરાવ મરજીઆત છે. બધું છપાવેલું નથી, તેથી કહી શકું નહિં અને વડોદરામાં ઠરાવો કમળસૂરિજીની આજ્ઞાથી છપાવેલાં નથી. આચાર્યશ્રી વિજયકમળસૂરિશ્વરજીના કાગળો મારી પાસે છે, પણ જોયા વિના કહી શકું નહિં. | (ઉપરની ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજયજી મહારાજની અગત્યની જુબાની ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે વડોદરામાં ફક્ત શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના સાધુઓનું સંમેલન મળેલું હતું. વળી એક માસ પહેલાં ખબર આપવાનો ઉપયોગ સાધુઓએ રાખ્યો છે અને આ ખબર આપવાના મરજીયાત ઠરાવનો અર્થ એવો તો નથી જ કે ખબર આપ્યા પછી દીક્ષા લેનારની ઉંમર ૧૬ વર્ષ કરતાં વધુ હોય અને તેના સંબંધીઓ મેહથી કે કદાગ્રહથી સંમત ન થાય, તો દીક્ષા લેનારે લેવી નહિં અને સાધુએ આપવી નહિં. નિબંધને ટેકે આપનાર સાક્ષીઓએ અને બીજાઓએ આ ઠરાવને જે ખૂબ અગત્યતા આપવાનો પ્રયત્ન કર્યો છે, તે આ ઉપરથી મિથ્યા કરે છે, વળી સંમેલનના ઠરાવની જે ચોપડી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે, તેમાં સંમેલનના પ્રમુખ શ્રીમદ્ વિજયકમળસૂરિશ્વરજીનું ઠરાવના સમર્થનમાં વ્યાખ્યાન પ્રગટ કર્યું છે. આ વ્યાખ્યાન તદન કલ્પિત છે. આથી સમજી શકાય છે કે સંમેલનના ઠરાવો પ્રસિદ્ધ કરવામાં કેટલાકે એ કેવી ચાલબાજી કરી છે. આ સંબંધમાં ખૂદ આચાર્યશ્રીએજ પિતાની સહીથી સુશ્રાવક શેઠ મેહનલાલ લલ્લુભાઈ વિગેરે ઉપર લખેલા પત્રમાં ખૂલાસે કર્યો છે, જેથી તે પત્ર આખોયે અત્રે પ્રસિદ્ધ કર્યો છે. આ પત્ર પાટણ કેસમાં કોર્ટમાં રજુ થયો હતો. આ અને આવી બીજી ઘણી ઘણી બાબ તેમાં જે પૂ. સાધુઓની જુબાનીઓ સમિતિએ લીધી હોત તે ઘણુ અજવાળું પડત.)
For Private and Personal Use Only