________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮ પરિશિષ્ટ ન. ૨૦ આ દાખલામાં સાક્ષીએ ચંદુલાલની ઉંમર બેટી લખાવી છે તેમજ તેની માની સંમતિ વગર દીક્ષા અપાયાની હકીકત પણ છેટી જણાવી છે, જે નીચેની હકીકતથી પૂરવાર થાય છે.
ચંદુલાલની દીક્ષા લેતી વખતે ૧૭–૧૮ વર્ષની ઉંમર હતી તેમજ તેમની માતુશ્રીની સંમતિપૂર્વક ઉમેટામાં દીક્ષા આપવામાં આવી હતી. દીક્ષા અપાયા બાદ તેમની માતુશ્રીએ ત્યાં આવી પતાસાની પ્રભાવના કરી હતી, તેમજ પોતાના હાથે વહોરાવ્યું પણ હતું. ત્યારબાદ લગભગ પંદર દિવસ પછી મહારાજશ્રી છાણી પધાયો. આ વખતે કેટલાક ધર્મવિધિઓની ઉશ્કેરણીથી બાઈ તેના છોકરાને ઘેર લઈ ગઈ હતી. દીક્ષા લીધા પહેલાં ભાઈ ચંદુલાલ છાણી પાસેના કડીયા ગામમાં માસ્તરની નોકરી કરતા હતા.
પરિશિષ્ટ નં. ૨૧ રા. ખીમચંદ ઉત્તમચંદ સુરતવાળાએ સમિતિ સમક્ષ આપેલી જુબાની.
તા. ૧૧-૭–૩૨. મહાસુખભાઈની એગ્ય દીક્ષાની યાદીમાં મારી બહેનનું નામ છે, તે
છેટું છે. સબહેનનું નામ ? જ. કંચનબહેન. સ. તેમણે દીક્ષા લીધી છે ? જ હા. તેણે દીક્ષા લીધી છે. સ, કયારે લીધી ? જ૦ ૨૮ વર્ષની ઉંમરે. સ, વિધવા છે કે સધવા ? જસધવા છે. સવ દીક્ષા ક્યારે લીધી ? જ ચાલુ સાલના વૈશાખ સુદ ૩. તેના પતિએ તો તે પહેલાંજ દીક્ષા
લીધી હતી. સ, કાંઈ છોકરાં છે ? જ. ના. કાંઈ છોકરાં નથી. સ, તમારી સંમતિ હતી ? જ હ. મારી તેમજ કુટુંબની સંમતિથી આપી છે.
રા. ગોવિંદભાઈ–ત્યારે તે સારું કહેવાય
For Private and Personal Use Only