________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫
પરિશિષ્ટ નં. ૧૮ ભાઈ ધીરજલાલની દીક્ષા
જાવાલમાં પં. શ્રી અમૃતવિજયજી ગણિવરના હસ્તે ભાવનગરનિવાસી ભાઈ પીતાંબરદાસ જીવાભાઈ તથા તેમના પુત્ર ભાઈ ધીરજલાલને મ. સુ. ૧૦ ના રોજ ધામધૂમથી દીક્ષા અપાઈ છે. તે નિમિત્તે અત્રે અઠ્ઠાઈ મહોત્સવ, સાધમિકવાત્સલ્ય, શ્રીફળની પ્રભાવના વિગેરે શાસનશોભાનાં શુભ કાર્યો સારી રીતે થયેલ છે. દીક્ષાનો વરઘોડો ૪૦ મણ ઘી બોલી રથ સહિત ઠાઠથી નીકળ્યો હતો, ધર્મધ્વજ ઝીલાવવા વિગેરેની ઉછામણીની ઉપજ રૂ. ૫૦૦) ઉપર થઈ હતી. સેંકડો રૂપિયાનું વરસીદાન દેવામાં આવ્યું હતું. દીક્ષાની ક્રિયા ગામ બહાર અંબાજીની વાડી પાસે ચાંદીના સમવસરણમાં ચૌમુખજીની પ્રતિમાજી સમક્ષ કરાવાઈ હતી. તેઓને અનુક્રમે પંન્યાનજી મહારાજના શિષ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી તથા મુનિ શ્રી પુણ્યવિજપજીના શિષ્ય મુનિ શ્રી ધૂરંધરવિજયજી તરીકે જાહેર કર્યા હતા.
( વીરશાસન તા. ૨૫-૩-કર ના અંકમાંથી ઉતારો) ઉપર મુજબ દીક્ષા મહોત્સવના સમાચાર જાહેર વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયા હતા અને ભાઈ ધીરજલાલના પિતા પિતાંબરદાસે પણ સાથે જ દીક્ષા લીધી હતી, એટલે ધીરજલાલના મામાને કોર્ટમાંથી કાંઈ દાદ મળી શકે તેમ ન હોવાથી, તેમણે પણ ફરીયાદ પાછી ખેંચી લીધી હતી. હાલ બંને સુખરૂપ યચિત ચારિત્ર પાળી સ્વપરનું કલ્યાણ કરી રહ્યા છે.
For Private and Personal Use Only