________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
નથી, એવું ચેકસ રીતે જણાઈ આવે છે. અમૃતલાલ પોતાની મેળે સાધુ થયો છે, એવું નિ. ૨૬ની સાહેદની જુબાની ઉપરથી માનવાને કારણ મળે છે. કેમકે સદર સાહેદ કહે છે કે અમૃતલાલ દીક્ષા લેવાનું પતેજ કહેતો હતા. દીક્ષા લેવા માટે અમૃતલાલને ફરેબ કે લાલચ આપવામાં આવેલી હતી-એવો પણ ફરીયાદી પક્ષ તરફથી કોઈ પૂરાવો આવતો નથી, તેમજ અમૃતલાલને ગેરવ્યાજબી રીતે કેદ કરવાના ઈરાદાથી લઈ જવામાં આવેલ હતો, એવું પણ નીકળી આવતું નથી. કારણ ફરીયાદી પોતે પોતાની જુબાનીમાં કબૂલ કરે છે કે વિરમગામમાં અમૃતલાલ તેને મળ્યા હતા અને પોતે મેજીસ્ટ્રેટને અમૃતલાલને સોંપવા કહેલું હતું, તેમજ અમૃતલાલને લઈ જવા પિતાને પણ કહેલું હતું, છતાં અમૃતલાલ પોતાના બાપ સાથે તે વખતે ગયો નથી, એટલે અમૃતલાલ પોતાની ખુશીથી જતો રહ્યો છે અને સાધુ થયો છે–એ વિષે શંકા લેવા પણ કાંઈ અવકાશ રહેતો નથી. એ પ્રમાણે કામમાં રજુ થયેલા નિર્વિવાદ પૂરાવા ઉપરથી અમૃતલાલનું મનુષ્ય હરણ કે મનુષ્યનયન થયું નથી-એવું માનવા બીલકુલ હરકત નથી. તેથી આપીએ મનુષ્ય હરણ કે મનુષ્યયનનો ગૂન્હો કર્યો છે, તે કાંઈ પણ પ્રથમ દર્શનિય પૂરા કામમાં નહિ હોવાથી આ કામ પોલીસ ગૂન્હા નેંધવહીમાંથી કમી કરવાનું કે. કા. ચ. પી. ના નિબંધ અન્વયે નિયમની કલમ ૧૮૮ ૨/૧૦ આધારે ઠરાવવામાં આવે છે. તા. ૫ માહે ફેબ્રુઆરી સને ૧૯૩૧.
(સહી) એકસ્ટ્રાડીશન ઓફીસર. રા, પાટણ ડો. ન્યાયાધીસ. ઉપર હુકમ કર્યા પ્રમાણે આ કામની આગળની તજવીજ .... આરોપીને છોડી મૂકવા...... થી હજુરમાં લખવામાં આવ્યું
* ૧-૨-૩૧ છે. માટે તે જાણ થાય. તા. ૬ ફેબ્રુઆરી ૧૯૩૧.
(સહી) એકસ્ટ્રાડીશન ઓફીસર.
શે. ઉપર મુજબ રોજકામમાં દાખલે રાખી આ કામે રીતસર આગળની તજવીજ કરવી. તા. ૬ ફેબ્રુઆરી ૧૯૩૧.
(સહી) મ. પુ. પટેલ,
મા ફે. ન્યાયાધીસ. [ તપાસ સમિતિ સમક્ષ રજુ કરનાર રા, ગીરધરલાલ પુરૂષોત્તમદાસ ]
For Private and Personal Use Only