________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
યાદી
રા. એકસ્ટ્રાડીશન એપીસર સાહેબ તરફ, પાટણ મહાલ ફૉ. ન્યાયાધીશી તરફથી
આ ન્યા. ના. મુ. ન
ના કામે
ફરીયાદી વીરચંદ મગન રે. સરીયદ તા. પાટણનાની ફેશ. નિ. પ ની. ક. ૩૪૯ પ્રમાણે ફરીયાદના કામના આરેાપી જૈન સાધુ સુરેન્દ્રવિજયજી ગુરૂ ધર્મવજયજી રે. પાટણ, એમના વિરૂદ્ધ ફરીયાદી તરફથી થયેલા એકદર પૂરાવા ઉપરથી આરોપીએ ગૃન્હા કર્યાંનું પ્રથમ દર્શનિક પૂરવાર થતું નથી, માટે માગણું કરવા કારણ નથી. તે સંબંધમાં નિ. ૧ લગત ઠરાવ કરવામાં આવ્યા છે, તે ઉપરથી આપ સાહેબને એક દર હકીકત જાણવામાં આવશે. તા હવે આ કામના કાગળે નિકાલ આવવા યાગ્ય તે હુકમ થવાની મે. થશે. તા. ૩૦ જાનેવારી સને ૧૯૩૧
(સહી) મણિભાઈ પુરસાતમદાસ પટેલ
મા. ફા. ન્યાયાધિશ.
પાટણની કાર્ટનો છેવટનો ઠરાવ.
७
૩૦-૩૧
For Private and Personal Use Only
સર. જા. ન.
૧૦૧૦ ૨ ૩૦-૩૧
કામના કાળે કાળજી પૂર્વક વાંચવામાં આવ્યા. ફરીયાદીની ફરીયાદ પોતાના છોકરા અમૃતલાલનુ આરોપીએ મનુષ્યહરણુ કે મનુષ્યનયન કર્યાં બાબતની ફોજદારી નિબંધ ૫ ની કલમ ૩૪૭ ૪. પી. કે. ૩. ૩૬૩ મુજબની છે. અમૃતલાલની ઉમ્મર સંબંધે જન્મના દાખલે નિ. હું તથા નિશાળના દાખલેા નિ. ૧૦ તથા ડૉકટર તરફથી તેની ઉમ્મર વિષે થયેલે અભિપ્રાય નિ. ૧૩ એ પ્રમાણે પૂરાવા કામમાં પેશ થયેલા છે, તે ઉપરથી ફરીયાદીના છેકરા અમૃતલાલની ઉમ્મર વ` ૧૮ ઉપરાંત હોવાનું માનવાને મજબૂત કારણ મળે છે. ફરીયાદી પણ તેવા પૂરાવે કરી શકતા નથી કે અમૃતલાલની ઉમ્મર વર્ષ ૧૪ કરતાંએછી છે. ઉલટ કરીયાદી પેાતે પાતાની જૂબાનીમાં કબૂલ કરે છે કે તેણે અમૃતલાલને જૈન પાઠશાળામાં ભણવા સારૂ મૂકેલા હતા અને જૈન પાઠશાળામાં ૧૫ વર્ષ કરતાં ઓછી ઉમ્મરના ોકરાને દાખલ કરવામાં આવતા નથી, એવું ધારણ છે. એ ઉપરથી પણ અમૃતલાલની ઉંમ્મર ૧૪ વર્ષ ઉપરાંત હાવાનુ માનવાને કારણ મળે છે અને ઉપર જણાવેલા નિ. ૮-૮-૧૦ ના દાખલા ઉપરથી તેા ઉમ્મર લગભગ ૧૮ વર્ષની હોવાનું નીકળી આવે છે–તેથી મનુષ્ય હરણને ગૂ બનતા,
४०