________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
કાઢ–એ કંઈ તમારે આચાર નથી. તેથી મહારાજે તેજ દીવસે સાંજે ચાર વાગે મને વિધિ પ્રમાણે દીક્ષા આપી. તે વખતે ગામના લેકો હતા. ૨૦-૨૫ માણસો હતા. શાસ્ત્ર પ્રમાણે વિધિ કરાવી. પ્રથમ વિધિ કરાવી પછી ક્ષર કરાવ્યું, પછી કપડાં બદલાવ્યાં. મારા જુનાં કપડાં છાણના સંઘને સોંપ્યા છે. આભૂષણ હતાં તેમાં ચાંદીને કદરે, સોનાની વીંટી, પતરૂં જડેલું સોનાનું કડું એટલાં હતાં. તે ત્યાંના સંઘને મારા પાલકને આપવા માટે સેપ્યા છે. પછી હું અપાસરામાં ગઈ કાલે સાંજ સુધી મુનિને ત્યાંજ હતો. ત્યાં મારા ઉપર કાઇએ પણ જબરદસ્તી કરી નથી. મેં મારી રાજીખુશીથી કર્યું છે. ત્યાં ખાવા પીવાની સગવડ સારી છે. મારે ભીક્ષા માગવા સવારે જવું પડે અને થોડે થોડે આહાર બધે ઠેકાણેથી લઈએ કે જેથી કોઈને ત્રાસ થાય નહિ ને મારું પિષણ થઈ રહે. સવારે ચહા-દુધ પણ બહારથી માગીને લાવવાનું, બપોરે રાંધેલું ખાવાનું માગીને લાવવાનું ને બપોરનું વધ્યું હોય તો રાખવાનું ને ઘટે તે માગી લાવવાનું, છતાં મનને શાંતિ રહે છે. ભાઇને ત્યાં બે વખતે તૈયાર પાણી મળે તેનાથી શાંતિ રહેતી નહતી. હું અપાસરામાં રહેવા ખુશી છું. ભાઈ પાસે જવું નથી. કોઈ વખતે જવું નથી. વડોદરામાં ગયા મહા મહિનામાં, વૈશાક મહિનામાં તથા હાલમાં એમ આવ્યો હતો. તે પણ દીક્ષા લેવાની કોશીષ કરવા માટે. પહેલ વહેલો પથ મહિનામાં આવ્યા, ત્યારે મહારાજે મારા ભાઈને તાર આપ્યો હતો, જેથી મારા ભાઈ ડભોઈથી આવીને મને લઈ ગયા હતા. મહારાજ તરફથી મને કંઇ કાગળો મળ્યા નથી. હું મહારાજને કઈ કઈ વખતે કાગળ લખતે ડો. તેના જવાબ મને મહારાજ તરફથી મળ્યા નથી. મારી ઉમ્મર તેર વર્ષની છે. હું ગઈ કાલે સાંજે છાણીથી વડોદરે આવ્યો છું. મારી સાથે બીજો સમુદાય હતો. મહારાજ પણ મારી સાથે હતા. મહારાજે મારી સાથે વાતચીત કરી નથી. મને પોલીસ લઈ આવ્યા હતા. રાતના બાપુભાઈ વૈદને
ત્યાં વડેદરામાં રહ્યા હતા. ત્યાં પણ મહારાજ (મુનિ મેહનસૂરિના શિષ્ય પન્યાસજી મહારાજ) હતા, તેઓનું નામ પ્રતાપવિજયજી છે અને તેઓ છાણીથી આવ્યા હતા. મને દીક્ષા આપી તે મુનિ મેહનસુરિજી. છાણીથી મારી સાથે આવ્યા નથી. બાપુભાઈ વૈદને ત્યાં હું તથા પ્રતાપવિજયજી હતા. પ્રતાપવિજયજી ખાવાપીવામાં પણ સાથે હતા, રહેવામાં પણ સાથે હતા અને આજે કોર્ટમાં પણ મારી સાથે આવ્યા છે. ઉપર લખાવ્યા મુજબ મારા લખાવ્યા પ્રમાણે બરાબર છે. તા. ૧૯ જુલાઈ સને ૧૯૨૯
જિતેંદ્રવિજયે સહી દા. પોતે.
રૂબરૂ ૨. સા. પાટીલ પ્રો. કે. ન્યા. વર્ગ ૧.
For Private and Personal Use Only