________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭ હું નિશાળે જતો હતો, પણ મારી ઉમ્મરના નિશાળમાં મારો કોઈ ભાઈ બંધ સેબતી નથી. દીક્ષા લેવાની વાત મેં મારા ભાઈ સિવાય માર કુટુંબની ભાભી, બહેન એમને વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે શું કરીએ ! મારી બહેન ડભોઈ છે અને ડભોઈમાં પરણી છે. ઉમ્મરે મેટી છે ભાઈ ભાભી મને ઘણો ત્રાસ આપતા હતા. મારી ધમની ભાવનાને ખલેલ કરતા હતા. ખાવાપીવામાં ત્રાસ કરતા હતા. મને અશાંતિ હતી. મને કાંઈ પૂછતા નહોતા. હું જે મલે તે ખાઈ લેતો હતો. ભાભી તથા ભાઈ પોતે સારું ખાય ને મને સારું ન આપે. રસોઈ એકજ થતી હતી. તે સરખી થતી હતી તેમાં ફેર નહિ, પણ અશાંતિ ખરી. સંભાળ ન રાખે, પણ એનું પરિણામ એવું થતું કે મને મનમાં અશાંતિ રહેતી હતી. છાણીમાં મુનિ મહારાજ છે એવી ગામમાં વાત થતી હતી, તે મેં સાંભળી. તે મુનિ મહારાજ ડભોઈમાં એક વરસ પહેલાં આવેલા. ચાર મહિના ત્યાં રહ્યા હતા ને આઠ મહિનાથી જતા રહ્યા હતા. તે બધાને ઉપદેશ આપતા હતા, પણ જેની પૂર્વ કર્મની સંસ્કૃતિ હોય તેને અસર થાય ને બીજાને ન થાય. તે વખતે તેમ ત્યાર પછી છાણીમાં આવી રીતે ઉપદેશ મળે છે, એવું કેઈએ પણ મને કહેલું નહિ. ગયા પિોષ મહિનામાં હું ડભોઈ છેડી વડેદરે આવ્યો હતો. તે હાલના મુનિ આચાર્ય મહરિને મળ્યો હતો. તેઓ તે વખતે વડેદરે હતા. બીજા પણ સાધુ હતા. તેમને મેં દીક્ષા આપવા વિનંતિ કરી, પણ દીક્ષા આપી નહિ ને કહ્યું કે તારા ભાઈની રજા લાવ. જેથી હું ડાઈ ગયો હતો. પછી મેં ગયા પોષ મહિનામાં પાછો જઈને ભાઈના પગે પડી દીક્ષા લેવાની રજા આપવા માંગણી કરી, પણ ભાઈએ ના પાડી. પછી હું ડભોઈ રહ્યા. હમણાં ગઈ અગ્યારસે બપોરના બાર વાગ્યાની ગાડીમાં ડભોઈ છોડવું ને મીયાગામ ગયો. હું એકલો ગયો હતો, ટીકીટ કાઢી હતી. પૈસા હતા. એક રૂપીઓ મેં ભેગો કરીને રાખ્યો હતો. ભાઈ ભાભી પાસે માગે નહોતો, પણ તજવીજ કરીને રાખ્યો હતો. પ્રથમ મીયાગામની ટીકીટ કાઢી. મીયાગામ આવ્યા પછી વડોદરાની ટીકીટ લીધી. તેજ દિવસે બપોરના ત્રણ વાગે વડેદરે ઉતર્યો ને મોટર ચાર આને કરીને છાણી ગયો. મેટરમાં ચાર પાંચ માણસો હતા. તે બીજી નાતના હતા. છાણમાં જઈને અપાસરામાં ગયો. છાણી બપોરના સાડા ત્રણ વાગે પહોંચ્યો. ત્યાં જઈને મુનિજીને મેં ઘણી આજીજી કરી, પણ તેમણે ના પાડી. ત્યાંના સંધનો સમુદાય દેરાસરમાં હતા. છાણના લેકે જૈન ધર્મના હતા, તેમને જઈને કહ્યું કે મહારાજ મને દીક્ષા આપવાની ના પાડે છે માટે તમે મહારાજને કહી દીક્ષા અપાવે. તેમણે મહારાજને કહ્યું કે દીક્ષા માગતા આવેલા છોકરાને દરેક વખતે પાછો
For Private and Personal Use Only