________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
પરિશિષ્ટ નં. ૧૬
શ્રી.
ફા. ત. નવેંબર ૧૫. નિ. ૯,
સાક્ષીદારની જુબાની.
કી. મુ. નંબર ૨૩/૮૫ સને ૧૯૨૮-૨૯
વાદરા પ્રાંતના ફોજદારી ન્યાયાધીશી વર્ગ ૧ ની રૂબરૂ.
હું મારા ધર્મો પ્રમાણે સેગન ઉપર લખાવું છું કેમારૂં નામ અને વિજય-જીવણુલાલ....
મારા બાપનું નામ નાથાલાલ..
મારી ઉમ્મર આસરે ૧૩ વર્ષની..
મારી જાત જૈન સાધુ....
મારા કસબ સાધુને
હું રહેવાસી હાલ ગામ નક્કી નથી.....
છું
હું મૂળ ડભાઈના વતની છું. મારા પાલક નગીનદાસ નાથાભાઈ હતા. તે મારા સગા ભાઇ થતા હતા. મારા આપ મારા જન્મ થતાં પહેલાં ગુજરી ગયા છે. મારી મા કયારે ગુજરી ગયાં તે યાદ આવતું નથી, કારણ તે ગુજરી ગયાં ત્યારે હું નાના હતા. ત્યારથી મારૂં પાલણ–પેાષણ મારા ભાઈ કરતા હતા. હું નિશાળે જતા હતા. ડભાઇમાં હું ગુજરાતી છ ચેપડી ભણ્યેા. પછી અંગ્રેજી ભણવાની શરૂઆત કરી, ને ગયા જાનેવારી મહિનામાં અંગ્રેજી બીજી ચેાપડી પસાર કરી. ચારેક મહિનાથી મે નિશાળ છેાડી દીધી હતી, કારણ કે મને દીક્ષાની ભાવના થઈ હતી. હું ધર્મનાં પુસ્તકા છ સાત મહિનાથી વાંચતા હતા. મે ઘણી ચેપડીયેા મારા ધર્માંની વાંચી. એકપણ ચાપડીનું નામ હું કહી શકું નહિ. તે મને યાદ નથી. પાંચ છ મહિનાથી ઘણા જૈન મુનિએ ભાઈમાં આવ્યા હતા. તે ઉપદેશ કરતા હતા તે તે ઉપદેશ હું સાંભળતા હતા. તેમાં સંસાર અસારને ઉપદેશ હતા. તે ઉપદેશ સાંભળીને મને સંસાર અસાર લાગ્યા અને વૈરાગ્ય ઉત્પન્ન થયા, જેથી હું દીક્ષા લેવાના પ્રયત્ન કરતા હતા. મેં મારા ભાઈને કહ્યું કે આ સંસારમાં મને કાંઈ રહસ્ય લાગતું નથી, માટે મને દીક્ષા લેવા દો. ભાઇએ કહ્યું કે હમણાં નહિ; હજી વખત જવા દો. બે મહિનાના વાયદા કરતા હતા.
For Private and Personal Use Only