________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૯
અગર અગ્ય વર્તનના આક્ષેપનું સુચન સરખું પણ કરવામાં આવ્યું નથી. આ આશ્રમ, જ્ઞાન અને તેમાંના સભ્યોના તપ માટે પ્રસિદ્ધ છે, અને ખરેખર સગીર જેવા બાળકોમાંથી જ જૈન ધર્મના ગુરૂ અને આગેવાન થએલા છે અને તેમના તરફ ઉચ્ચ માન અને આદરભાવની દ્રષ્ટિથી જોવામાં આવેલ છે. વળી મેં સગીરને જોયેલ છે અને તેને આંક ૪પને જવાબ પણ લીધેલ છે. તે બુદ્ધિશાળી અને 5 ઉંમરે પહોંચે છે. તે દેખીતી રીતે તેના જીવનમાં સુખી છે. તે કહે છે કે-હું તે આશ્રમ બદલીને બીજે જઈશ નહિ અને તેની મા પણ કબૂલ કરે છે કે-તે ત્યાં સુખી છે, પણ હવે તેનામાંથી ધાર્મિક વેગનો ઊભર વહી ગયો છે અને તેથી સ્વાભાવિક રીતે અને તેણીના બાપની મદદથી તેને એકનો એક દીકરો, જે તેને કેવળ આધાર રૂપ છે, તે પિતાને પાછો મળે તે જોવાની તેની ઈચ્છા થાય. તેણીના સંતોષની ખાતર તે છોકરાના ગુરૂબધુ તથા તેના ગુરથી ખસેડાવીને તેણીના વકીલના મકાનમાં તે મળી શકે તેવો મેં ઠરાવ કરેલો. તે બાઈ કહે છે કે–તે છેકરો તેના જીવનમાં સુખી છે, પરંતુ તે છોકરે તેણુની સાથે જવાને ખુશી છે, એવું તે બાઈનું કહેવું હું માન્ય કરતો નથી. જે તે છોકરાએ તેવું કહ્યું હોત, તો જરૂર અરજદારણે તેના વકીલને તે કહ્યું હતું અને આ અગત્યની બાબત તેની આંક ૨૭ની અરજીમાં પણ જણાવી હત.
વળી તે ક્રિયા બાબત તેણીને ઠગવામાં આવી હતી, અગર તે તે નાખુશ હતી, એવું તેણુંનું કહેવું પણ હું સ્વીકાર નથી, તેને ફેટોગ્રાફ લેવામાં આવ્યો હતો. આંક ૧૬ અને ૧૫ અને તેણીની પાસે એક બાઈ ચંપા છે. તે બાઈ ચંપાના મકાનમાં તે અમદાવાદમાં રહેતી હતી અને જે માણસો મુંબાઈથી આવેલા તેમની સાથેના જયંતિલાલની એ સગી હતી. જયંતિલાલ તેની બહેનને દીકરો છે અને જયંતિલાલના બાપની બહેન બાઈ ચંપા છે. અમદાવાદમાં તે આવી ત્યારબાદ ત્રીજે દિવસે તા. ૨૮ જાન્યુઆરી સને ૧૯૩૦ના રોજ દીક્ષા આપવામાં આવી હતી. તે દીક્ષા વખતે ઘણુ માણસો હાજર હતાં, વાડાની બહાર બપોરે ફેટે લેવામાં આવ્યો હતો. તેણુના પિતાના માથા ઉપર કિયાનાં કપડાંવાલી ટાપલી હતી, તેણીની પિતાની કબુલાત મુજબ તે ક્રિયા કર્યા બાદ ચંપા સાથે બે દિવસ રહી હતી અને વળી જ્યારે તે પાટણ પાછી આવી, ત્યારે પાટણમાં તેના બાપને ઘેરથી તેણે ચંપાને ફકત કાતિલાલ કેવળ સુખી છે કે કેમ તેટલી જ તપાસ કરવા લખ્યું હતું.
For Private and Personal Use Only