________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
વળી વધારામાં તે કબુલ કરે છે કે-જ્યારે તેણીએ મુંબાઈ છેડયું, તે વખતે તેના બે પાડોશીઓએ જે કરે સંસારત્યાગ કરી દીક્ષા લેવાને હતું, તેને રૂપીઓ આપ્યું હતું. તેણીના પોતાના કહેવા મુજબ અને તેણીના લેખી જવાબ મુજબ મુંબઈમાં ચળવળ હતી અને દાવો થવાની પણ તૈયારી હતી, તે વાત ખોટી છે.
તેણીનું હાલનું વલણ તેના બાપની અસરને લીધે તથા તેને ધણી સંસારત્યાગ કરી તેને વિધવા સ્થિતિમાં અને એકલી મૂકીને જવાનો હોવાથી, તેના દીકરાને પાછું મેળવવાની સ્વાભાવિક જિજ્ઞાસાથી થએલ છે. તેના ધણીએ તેના માટે સારી મિલ્કત મૂકી છે. તે ઉપરથી તેને નહિ જેવો જ દિલાસે મળે. બાપ સંસાર છોડીને જાય તે ઉપરથી તેની સ્ત્રીને ત્યાગ કરવાને પણ સમાવેશ થાય છે. આ હકીકતને પરિણામે વિરોધ જન્મ, પણ આ અરજી સાથે તેને ખાસ સંબંધ નથી. બાપ જે કે વિદ્યાથી તૈયાર થએલો છે, છતાં હજુ તેણે દીક્ષા ગ્રહણ કરી નથી, પણ કાયદા મુજબ સગીરની બાબતમાં તેની ઇચ્છાને તેની માતા કરતાં વધારે પ્રાધાન્ય આપવાનું છે. ગાર્ડીઅન વૉર્ડઝ એકટની કલમ ૧૮ મુજબ બાપ વાલી તરીકે નાલાયક થયો છે, અગર તે તેણે તેના છોકરાને ત્યાગ કર્યો છે અને તેથી જ તેની મા વાલી તરીકે નીમી શકાય તેમ છે. પણ જ્યાં સુધી આ હકીકત સાબીત ન થાય, ત્યાં સુધી બાપની જ ઈચ્છા બળવાન છે. તેના લેખી જવાબમાં બાપ જણાવે છે કે-સગીરના ધાર્મિક ગુરૂ સામાવાળા નં. ૨ તેના કાયદેસર વાલી છે અને જે કોર્ટને તે એગ્ય ન લાગે તે તેના બાપને વાલી તરીકે નીમવો જોઈએ. બાપ છોકરાને કાયદેસર વાલી છે અને કલમ ૧૯માં જણાવેલી શરત સિવાય કેટે દરમ્યાનગીરી કરી શકે નહિ. આવી હકીકત છતાં પણ જો બાપ વાલી ન હેય અને તેણે તેનું વાલીપણું છોડી દીધું છે તેમ કહેવાય અને તે કહે છે તેમ તે છોકરાના વાલી ગુરૂ છે, તે હકીકતથી પણ જ તે બાપનું વાલીપણું ગયું છે તેમ કહેવાય, તે પણ જે જીવન માટે તે છોકરાને અર્પવામાં આવ્યો છે અને જ્યાં આગળ સુખ અને શાંતિ નિર્ભય છે, તે જીવનમાંથી પાછું લાવવાનું મને કાંઈ પણ કારણ જણાતું નથી. જે બાપ મરી ગયો હોય તે પણ તેની તેના છોકરાની ધાર્મિક કેળવણી બાબતની ઇચ્છાને કેટે માન આપવું જોઈએ. જુઓ ચાન્સરી ૧૦ પા. ૬૦ અગર એલીસ વી. લેસેલીસ. આ કેસમાં છેક ૧૪ વર્ષને છે, તેથી ૧૪ વર્ષના છોક
For Private and Personal Use Only