________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૩
પરિશિષ્ટ નં. ૮
શ્રીમંત સરકાર સં. દી. પ્ર. નિબંધ કમીટી સભ્યો જોગ,
મુ. વડોદરા. હું નીચે સહી કરનાર બાઈ મણી અંબાલાલ કિલાચંદની દીકરી મૂળ રહેવાસી ઉનાવા-હાલ મહેસાણા, આ ખુલાસાથી આપને જણાવું છું કેઆપની રૂબરૂ વિસનગરવાળા મહાસુખભાઈ ચુનીલાલે જુબાનીમાં મારા બે દીકરાઓ ભાઈ મોતીલાલ હાલ મુનિશ્રી મહોદયસાગરજી અને અમૃતલાલ એ હાલ મુનિશ્રી અભયસાગરજીની દીક્ષાઓને ઘણીજ ખોટી રીતે રજુ કરી, મને અને સાધુઓને ઉતારી પાડવાનો ઘણો ખરાબ પ્રયત્ન કર્યો છે. માટે આપ તેમના કહેવા ઉપર બીલકુલ ભરૂસે રાખશો નહિં અને સત્ય હકીકત નીચે મુજબ છે, જે વાંચી વિચારશોજી તો માલુમ પડશે કે મહાસુખભાઈએ ખરી વાતને આપનાથી છુપાવી દીક્ષા સંબંધમાં ખોટી વાતે રજુ કરી છે.
હું મારા ધણી મૂળચંદ શેઠ અને મારા બે પુત્રો મોતીલાલ ને અમૃતલાલ તથા દીકરી સવિતાબેન મુંબઈમાં રહેતા હતા. મારા ધણી દલાલીમાં સારૂં પેદા કરતા અને અમે સુખી હતા. મને અને મારા ધણને ધર્મ ઉપર સારી શ્રદ્ધા હતી—એમ કહેવાય અને તેથી અમે બન્ને વ્રત, પચ્ચખાણ, તપશ્ચર્યા, પૂજા વિગેરે નિયમિત કરતા અને સાધુનો વેગ હોય તે વ્યાખ્યાન સાંભળવા જઈએ. બાળકે તે જેવું જૂએ તેવું શીખે, એટલે અમારે વિચારો ને આચારેની છાપ બાળકે ઉપર પણ પડી અને તેઓ બચપણથીજ દહેરે ઉપાશ્રયે આવવા હઠ લેતા અને મોટો દીકરો મોતીલાલ છએક વર્ષની ઉંમરથી રાત્રિભોજન કરતો નહિ, એકાસણું એવું તેનાથી બને તે વ્રત પણ કરે અને અમારી સાથે વ્યાખ્યાન સાંભળવા પણ આવે. તેનું મન પણ ધર્મને અભ્યાસ કરવામાં તથા ધાર્મિક ક્રિયાઓ તરફ કુદરતી રીતે જ વધારે ખેંચાતું. અમે પતિપત્નિ બન્ને દીક્ષા લેવાના વિચાર કરતા. આ અસર પણ તેમના ઉપર પડતી અને મોટા પુત્ર મોતીલાલની આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેવાની ઈચ્છા થઈ. રોજ અમને કહે દીક્ષા અપા, પણ અમે વિચાર કરીએ અને પછી તે તે ખૂબ હઠ કરે. અમે પણ તેની ઉત્તમ માર્ગે જવાની ઈચ્છા જોઈ સાધુના આચારને સમજાવતા અને તેને લાયકના વધુ નિયમો પળાવવા માંડ્યા. છેવટે તેને લાયક થયેલો જાણી દીક્ષા અપાવવાનો વિચાર ચોક્કસ કર્યો. અમે પરમપૂજ્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજથી ધર્મ પામેલા હોવાથી અને તે વખતે તેઓ જામનગર હોવાથી, અમો બધા
For Private and Personal Use Only