________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
મોતીલાલને દીક્ષા અપાવવા માટે ત્યાં ગયા. ત્યાંના શેઠ પોપટભાઈ જેઓ અમારા ઓળખીતા હતા, તેમને મળ્યા અને મોતીલાલને ઓચ્છવપૂર્વક દીક્ષા અપાવવા અમો આવ્યા છીએ તે જણાવ્યું. ચાર પાંચ દિવસ પછી મુહૂર્ત સારું હોવાથી, તે દિવસ નક્કી કર્યો. ત્યાંના જૈન યુવક સંધવાળાને આ વાતની ખબર પડી કે તેઓ તે દીક્ષાના વિરોધી એટલે અમે છોકરાના ખરા માબાપજ નથી, છોકરે ઉપાડી લાવ્યા છીએ, વેચ્યો છે વિગેરે ગો ઉરાડી. ત્યાં અમારી તપાસ માટે સંધ ભેગો થયો, અમે બધાની જુબાનીઓ લીધી અને બધાની ખાત્રી થઈ છતાં તેઓએ દીક્ષાના પથીજ, મહારાજે અમારા છોકરા મોતીલાલને દીક્ષા આપવી નહિં, એવો ઠરાવ કર્યો અને રાજ્યના અધિકારીને ખોટી અરજી કરી, મનાઈ હુકમ લાવ્યા. અમે તે પરદેશી, ધર્મશાળામાં ઉતરેલા, ત્યાં આવીને અમને અનેક રીતે હેરાન કર્યા, ઓરડી ખાલી કરાવી. આ બધાથી અમે બહુ દુઃખી થયા અને ત્યાંથી અમદાવાદ ગયા ને ત્યાં જઈ આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના હાથે મોતીલાલને સેંકડો માણસની રૂબરૂમાં દીક્ષા અપાવી. ત્યારપછી મારા ધણી મુલચંદ શેઠે હાલ મુનિ ધર્મસાગરજીએ પણ દીક્ષા લીધી. બીજે પુત્ર અમૃતલાલ દીક્ષાની ભાવનાવાળો થયા પછી યોગ્ય જણાય ત્યારે શ્રી સાગરાદસૂરીશ્વરજી શંખેશ્વર હોવાથી, ત્યાં હું અને મારી બા બન્ને ગયા અને તેમની પાસે દીક્ષા અપાવી. આ દીક્ષા અપાતા પહેલાં અમે ટેલ પડાવી હતી અને વરઘોડે ચઢાવીને દીક્ષા અપાવવી હતી, પરંતુ માંડળના કેટલાક તોફાની છોકરાઓએ ધમાલ કરવાથી વરઘોડે બંધ રાખવો પડ્યો અને દુઃખી હૃદયે એમને એમ દીક્ષા આપવી પડી. તેમનું નામ મુનિશ્રી અભયસાગરજી છે. હાલ મારા બન્ને પુત્ર તેમના સંસારી પિતા મુનિશ્રી ધર્મસાગરજી પાસે ખૂબ આનંદથી દીક્ષા પાળે છે અને અભ્યાસ પણ સારો કરે છે, ને ડભોઈ ચાતુર્માસ છે. હું તેમને વંદન કરવા વડોદરા પંદર દિવસ ઉપર આવેલી, ત્યારેજ ગઈ હતી. આવી દીક્ષાઓને મહાસુખભાઈ છેકરાને લઈ ગયા કે ઉપાડી ગયા ને દીક્ષા આપી દીધી–એમ કહે છે, તે સદંતર
છે. મારી આજીવિકાની વ્યવસ્થા અમારી સ્થિતિ મુજબ મારા ધણીએ દીક્ષા લીધા પહેલાં સારી રીતે કરેલી છે. મારી ઈચ્છા પણ ચારિત્ર લેવાની જ છે, પરંતુ મારી દીકરી નાની હોવાથી રેકાઈ છું. તે યોગ્ય થાય કે તરતજ દીક્ષા લઈશ. એજ તા. ૨૯-૭-૩ર.
બાઈ મણીની સહી અંબાલાલ કિલાચંદની દીકરી દ, પિત,
[ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
For Private and Personal Use Only