________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૯૨ પરિશિષ્ટ નં. ૭
શેષમલજીની દીક્ષા.
વિરમગામમાં પં. શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા લેનાર મહેસાણાના રહીશ ભાઈ શેષમલજી ઉં. વ. ૧૮ નાનો દીક્ષા મહોત્સવ ઉજવવા માટે જુદા જુદા ગૃહસ્થા તરફથી ચાર ભારે પૂજાઓ ભણાવાઈ હતી. પૂજા ભણાવવા માટે અમદાવાદથી કેશવલાલ છગનલાલને બોલાવ્યા હતા. દીક્ષાભિલાષી ભાઇનાં ઘેરઘેર વાયણાં, રાત્રિજગો તથા ભાવના વિગેરે થતાં શ્રી સંઘમાં સારે ઉત્સાહ જણાતું હતું. પિ. વ. ૧૦ ના રોજ સવારે મેટા દહેરાસરથી મુમુક્ષુ ભાઈને વરઘોડે ચઢયો હતો. વધેડે ગામમાં ફરી જીનમાં ઉતર્યો હતો. ઉપકરની ઉછામણ થતાં રૂા. ૧૯૨) ઉપજ્યા હતા. આ વખતે દેવદ્રવ્ય તથા જ્ઞાનદ્રવ્ય વિગેરેની પણ વૃદ્ધિ થઈ હતી. દીક્ષાની ક્રિયા પંન્યાસજી મહારાજે કરાવી હતી. આ વખતે દીક્ષિતના માતાજી રતનબાઈ હાજર હતાં. ક્રિયા સમાપ્ત થયા બાદ ભાઈ શેષમલજીનું સુબોધવિજયજી નામ રાખી પંન્યાસજી મહારાજના શિષ્ય તરિકે જાહેર થયા હતા. તે દિવસે નવદિક્ષિતને અમદાવાદવાળા ભગુભાઈની મીલમાં રાખવામાં આવ્યા હતા. વદ ૧૧ ના રોજ શ્રી સંઘે ઠાઠથી સામૈયું કરી પ્રવેશ કરાવી ઉપાશ્રયે પધાર્યા હતા. દીક્ષિત ભાઈએ મહેસાણા પાઠશાળામાં સારો અભ્યાસ કરેલ છે. તે દિવસે શાહ સુખલાલ ભુરાભાઈએ નાણ મંડાવી સજોડે બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચર્યું હતું. શ્રીફળની પ્રભાવના થઈ હતી.
( વીરશાસન તા. ૧૨-૨-૩૨ ના અંકમાંથી ઉતારે )
[ રજુ કરનાર–રા. ચીમનલાલ કેશવલાલ કીઆ ]
v
પ ક
For Private and Personal Use Only