________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેતુથી સાધુ કોઈનો ત્યાગ કરતા નથી, પરંતુ તે પૌગલિક ઉન્નતિ કરતાં પિતાના આત્માની ઉન્નતિ સાધવાના ઉત્તમ આશયથી જ તે તેમને ત્યાગ કરે છે. હું અહીં જણાવું છું કે-મુનિશ્રી રામાવજયજીએ તથા બીજા બે સાહેદેએ જે પુરાવા આપે છે, તેના સામે કાંઈ દલીલ અગર પુરાવો તે પુરાવાને તોડવાને માટે આપવામાં આવ્યું નથી. પણ ફકત એટલું જ કહેવામાં આવે છે કે–અરજદારે તેની સ્ત્રીનો ત્યાગ કરી લગ્નનું વ્રત તેડી નાંખ્યું છે અને જૈન શાસ્ત્રોમાં જે વિચારો છે તે આદર્શ તરીકેના છે, પણ આચરણીય નથી અને હાલના સમાજમાં પ્રચલિત નથી. હવે વિદ્વાન વકીલની પહેલી તકરારને માટે અરજદારે સામાવાલીનું ભરણપોષણ કરવાને કઈ વ્રત લીધું હતું કે નહિ અને તેણે તે લીધું હોય તે તેના ભંગની શિક્ષા મુનિ કાંતિવિજયજીએ દીક્ષા લીધી તેના જેવી છે કે કેમ, તે બાબત તેમણે કાંઈ બતાવ્યું નથી. વળી એમ પણ દલીલ કરવામાં આવે છે કે-જેને સાધુ દુનિયામાં પ્રવેશ પણ કરી શકે અને ફરીથી પણ સાધુ થાય : જુઓ આંક ૫ અને ૬ નો પેરો ૩ જે, અને તે જનસમાજમાં હલકે પડે. તે શિક્ષા કાયદાની કૅટે તેની પાસેથી આશા ન રાખી શકે તેવી તે ગંભીર નથી. પણ મુનિશ્રી રામવિજયજીનો પૂરાવો બતાવે છે કે–આ અભિપ્રાય સાચે નથી. વળી વિદ્વાન વકીલને એમ પણ બતાવવાની ઈચ્છા હતી કે-ધાર્મિક સિદ્ધાંતો અત્યારના કાળના નથી, અને તે આ સકામાં જંગલી ગણવામાં આવે છે અને તે મનુષ્યકૃત કાયદાથી ઉચ્ચ નથી. દાખલા તરીકે કોઈ માણસ અહિંસક અને અસહકારી થવાની પ્રતિજ્ઞા લે અને ઈશ્વરકૃત કાયદા માને અને સત્ય બેલે અને જે તે મનુષ્યના બનાવેલા કાયદા મુજબ ગૂન્હો થાય તેવું કઈ કૃત્ય કરે તો આવા વ્રતથી સરકાર તેને તે વ્હામાંથી શું મુકિત આપશે ? વકીલે જે આ દાખલે આ યો છે–તે બંધબેસતો નથી અને આ દાખલ તે વકીલે આવે છે, તેમાં અને હાલના તપાસના અંગની બાબતમાં ઘણોજ ફેર છે. ઉપરનો પુરૂષ કેટલાક કાયદાની અવજ્ઞા કરવાનું વ્રત લે છે અને હાલના કેસમાં તો પુરૂષે પોતાના આત્માની આધ્યાત્મિક ઉન્નતિ માટેજ વ્રત લીધાં છે. અરજદારના વિદ્વાન વકીલ કહે છે કે-જૈન ધર્મનું અનુસરણ માણસને વિચિત્રતામાં લાવી મૂકે છે અને તેના આશયના ટેકામાં તે બે દાખલા બતાવે છે. તે નીચે પ્રમાણે છે:
૧. જ્યારે અપાસરામાં ( જ્યાં સાધુઓ રહે છે તે સ્થાન ) આગ લાગે, અને તે
૨. કોઈ સ્થળમાં દુષ્કાળ હોય.
જૈન ધર્મ પ્રમાણે સાધુ પાણી રેડી શકે નહીં, તેમજ આગ બુઝાવવાને માટે બીજાને તેમ કરવાને કહી શકે નહીં. અને બીજા કેસમાં તે કેઈ દુકાળ પીડિતને મદદ કરી શકે નહિ, કારણ કે-તેમ કરવાથી જે વ્રત તેણે લીધું છે તેને ભંગ થાય છે. વળી તે વિદ્વાન વકીલ એવી દલીલ કરે છે કે-કપડાં ઉત્પન્ન કરવાં તે હિંસા છે, છતાં જૈન સાધુ કપડાં પહેરે
For Private and Personal Use Only