________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩ બાઈ લીલાવતીએ પૂ. શ્રી કાંતિવિજ્યજી ઉપર કરેલ કેસ સંબંધમાં અમદાવાદના સીટી મેજીસ્ટ્રેટ સાહેબે કરેલે નિર્ણય.
S©Das અમદાવાદના સીટી માજીસ્ટ્રેટની કોર્ટમાં
મુનિ કાંતિવિજ્યજી-મૂળ સામાવાળા
બાઈ લીલાવતી–મૂળ અરજદાર.
નિર્ણય હાઈકોર્ટે તેમના ૧૨ જાનેવારી ૧૯૩૨ના હુકમથી મુનિ કતિવિજયજી વિ. બાઈ લીલાવતીના કામનાં કાગળીઓ, મુનિ કાન્ડિવિજ્યજી જૈન સાધુ થવાથી અને વત વિગેરે લેવાથી અગર બીજી રીતે ભરણપઘણું કરવાને અશક્ત થઈ ગયા છે કે કેમ, તે સવાલ ઉપર પૂરા લેવાના ફરમાન સાથે આ કોર્ટમાં પાછાં મોકલ્યાં છે.
૨. બાઈ લીલાવતી તરફથી ત્રણ અને મુનિ કાંતિવિજ્યજી તરફથી ચાર સાહેદોને તપાસવામાં આવ્યા છે. દયવિજયજી નામના સાધુએ વિલ કરેલું છે, તેમ બતાવવાને માટેના સાહેદો પૈકી ચંદુલાલ મોહનલાલ નં. રને બોલાવવામાં આવ્યો છે, પણ આ સાહેદ કહે છે કે-હું કાંઈ જાણતો નથી. વળી દીક્ષા લેતાં પહેલાં કેટલુંક દેવું કરેલું, તે બતાવવાને માટે કાંતિવિજયજીના દાદા ચુનીલાલ લલ્લુભાઈ નામના આંક ૩ ના બીજા સાહેદને બેલાવવામાં આવેલ છે. મારા અભિપ્રાય મુજબ નામદાર હાઈકોર્ટે જે પ્રશ્ન પૂછળ્યો છે, તે સાથે આ બે સાહેદના પૂરાવાનો કોઈ સંબંધ નથી. ઘણાજ મહત્ત્વના સાહેદે નીચે મુજબ છે –
૧. મી. એસ. પી. બદામી, અમદાવાદ સ્મોલકેઝ કૅટના રીટાયર્ડ જજ,
૨. મી. અમીચંદ ગાવિંદજી એડકેટ, અને ૩. મુનિ શ્રી રામવિજયજી.
તેમાં પ્રથમના બે જૈન છે અને હિંદુસ્તાનમાં જૈન મંદિરના વહીવટ વિગેરે કરનારી મોટામાં મોટી આણંદજી કલ્યાણજીની પેઢી છે તેના તે પ્રતિનિધિ છે.
૩. સાહેદના પુરાવા પરથી એમ જણાય છે કે-દીક્ષા લેતાં પહેલાં જૈન સાધુને પાંચ વ્રત લેવાનાં છે અને તે દશવૈકાલિક સૂત્રના પ્રકરણ ૯ માં જણાવેલ છે. તેનું છે. અત્યંકરે કરેલું ભાષાંતર આંક . ર ના
For Private and Personal Use Only