________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
ન્યાયનિષ્ઠ વિદ્વાન ક્. ક. મૅસ્ટ્રેટ સાહેબ શ્રીયુત ચુનીલાલ શામજીભાઇ ત્રિવેદીએ આપેલા ચુકાદા,
અરજદાર—શાહ હીરાલાલ મેાતીલાલ,
—વિરૂદ્ધ
સામાવાળા--(૧) બાઇ રળીઆત, તે શા. લક્ષ્મીચંદ ગેાપાળજીની વિધવા,
(૨) આચાર્ય લબ્ધિવિજયજી,
(૩) સાધ્વીજી ગુણશ્રીજી.
(૪) ખંભાત શહેરમાં જતા આવતા બીજા સધળા જૈન સાધુઓ અને સાધ્વીએ.
સીટી ચીફ કન્સ્ટેબલ.
૧. સીટી ફેાજદાર મી. હીરાલાલ મોતીલાલ શાહની આ અરજી , જેમાં જણાવ્યું છે કે-ઉપર જણાવેલા સામાવાળા એક ભાઇ અમૃત, કે જે કચ્છ–મુદ્રાની રહેનાર તેની મા ખાઇ રળીઆત સાથે અત્રે આવેલી છે. તેને દીક્ષા આપવાની છે. વળી એવું જણાવવામાં આવે છે કે-છોકરીનાં સગાંવ્હાલાંઓએ રાજ્યના સત્તાધીશા પર તાર મેાકલાવેલા છે કે-છેકરી સગીર છે અને તેને દીક્ષા લેતી અટકાવવી જોઇએ.
૨. તે ઉપરથી પોલીસે કેટલીક તપાસ ચલાવી અને જાહેર સુલેહના ભંગ, હુલ્લડ અગર ખખેડાના તેમને સંભવ જણાયાથી અરજદારે આ અરજી કરી, ક્રીમીનલ પ્રેાસીજર ફ્રેંડ કલમ ૧૪૪ અનુસાર કાઈપણ જૈન સાધુ અગર કાઈપણ સગીરને દીક્ષા આપવાની અટકાયત કરનાર હુકમની માગણી કરી.
૩. કોઇપણ કૃત્ય, કે જેનાથી જાહેર સુલેહના ભંગ થવાના સંભવ હાય, તેની તાત્કાલિક અટકાયત માટે તાકીદે કામમાં આવે તેવા ઉપાય પૂરા પાડવાને ક્રીમીનલ પ્રેાસીજર કાડની ૧૪૪ મી કલમને ઉદ્દેશ છે. તેથી કરીને સામા પક્ષને સાંભળ્યા વિના પણ આવા પ્રકારના હુકમ થઇ શકે એમ કાયદામાં છુટ રાખેલી છે, તેમ છતાં કાંઈ સ્ખલના થવા ન પામે—એ ઉદ્દેશથી પેાલીસે માંગેલા હુકમ શા સારૂ નહીં કરવેા, તેના કારણ જણાવવા સારૂ સામાવાળાઓને પણ લેખીત નોટીસથી ખાલાવવામાં આવેલા હતા. સામાવાળા પૈકી કાઇપણ હાજર થયું નહિ અને પેાલીસે માંગ્યા પ્રમાણે હુકમ કરવામાં આવ્યેા. કેમકે-પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ, પોલીસ સબઈન્સ્પેકટર
For Private and Personal Use Only