________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
ચન વ્યાજબી છે અને પબ્લીક પ્રોસીક્યુટર પણ જો સદર પક્ષ ઉપર મુજબ સાબીત કરી આપે તે સંમત છે. બાઈ રળીઆતે સેગનનામું રજુ કર્યું છે કે–તે છોકરી ૧૬ વરસ ઉપરની છે. મેજીસ્ટ્રેટ સાહેબ આ બાબત ઉપર તપાસ કરી શકે છે અને ધાર્મિક બાબતમાં તેણું ઉમર લાયક છે, એવું જે તેમને લાગે છે તે પિતાને હુકમ ક્રીમીનલ પ્રોસીજર કેડ ૧૪૪ (૪) મુજબ સુધારો કરી શકે છે.
છેલ્લી દલીલ એવી છે કે–સગીરોને દીક્ષા આપવાનો જાહેર પ્રતિબંધ ધાર્મિક હકમાં દખલગીરી રૂપ છે અને રળી આતને પોતાની છોકરીને દીક્ષા આપતી અટકાવવા તેનું કોઈ સગું કચ્છમાંથી આવ્યું નથી અને કોઈ પણ બહારના કે સ્થાનિક જૈન દીક્ષા આપવાને વધે લેવા આવ્યા નથી, એ બતાવે છે કે તેવા અસાધારણ સંજોગે નથી. આ સવાલ પણ ૧૪૪ (૪) મુજબ મેજીસ્ટ્રેટે ધ્યાનમાં લેવાનો છે અને હાઈકોર્ટ આ બાબતમાં તેમની વચ્ચે નહી પડે અને કઈ પણ સગીરને દીક્ષા આપતાં પહેલાં પોલીસ અગર મેજીસ્ટ્રેટ જે સુચના આપે, જેથી જાહેર સુલેહ જળવાઈ રહે–એવા પ્રકારને સુધારે પિતાના હુકમમાં કરવો કે નહી; તે તેમની મરજી ઉપર છે.
અરજદારના વિદ્વાન વકીલ બીજી એક ભૂલ બતાવે છે કે (ખંભાત સંસ્થાનમાં બીરાજતા જૈન સાધુ અને સાધ્વીઓ માટે) ઓર્ડરની પેટા કલમ (૪) મા મૂકવામાં આવેલો પ્રતિબંધ નિરર્થક છે, કારણ કે–આવા પ્રકારનો હુકમ હરવખતની અથવા અમૂક જગ્યાની મુલાકાતની અટકાયત કરનારે છે. મેજીસ્ટ્રેટને ઉદ્દેશ એ છે કે-સાધુઓ અને સાધ્વીઓ જે દહેરા અને ઉપાશ્રયમાં દીક્ષાની વિધિ થતી હોય તે ઠેકાણે વારંવાર જતા આવતા હોય, તેમને સગીરની દીક્ષા આપતા અટકાવવા, આ એક મુદ્દાને વાંધે છે જે મેજીસ્ટ્રેટને એ શબ્દો ગોટાળાવાળા લાગે તો તે સુધારી શકે છે.
આ સૂચના સાથે ઉપરના મુદાના નિકાલ માટે તથા જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ૧૪૪ (૪) મુજબ તેમના હુકમમાં સુધારો વધારો કરવા માટે ફર્સ્ટ કલાસ માજીસ્ટ્રેટ તરફ મેકલી આપું છું.
ખંભાત. તા. ૫ જુલાઈ ૧૯૩૨
} )
N. D. Mehta,
Dewan ( High Court Cambay.)
For Private and Personal Use Only