________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા અસાધારણ સંજોગો ઉભા થયા હતા કે નહિ, તે બાબતમાં લેજીસભેરે મેરફેટના વિચાર ઉપર સર્વે આધાર ધરાવે છે અને આવો મત બાંધવા માટે જે ન્યાયી અને કાયદાપૂર્વક કારણ રેકર્ડ પર હોય, ભલે તે પોલીસ રીપોર્ટ અગર બીજા પુરાવાના રૂપમાં હોય, તે હાઈકોર્ટને તેના ફેરતપાસના અધિકારમાં દરમ્યાન કરવાને કાંઈ કારણ નથી. પિતાના છોકરાઓને દીક્ષા આપવાની રજા આપવાના દીવાની હુકમ પર તથા જેના સાધુઓના તેવા સગરોને માબાપની રજાથી દીક્ષા આપવાના હક ઉપર આ હુકમ એક અત્યાચાર છે, એવી એક દલીલ અરજદારો તરફથી કરવામાં આવી છે. હું ધારું છું કે-આ બીક બીનપાયાદાર છે, કારણ કે મેજીસ્ટ્રેટને હુકમ જેન કોમના ધાર્મિક અગર દીવાની હકને મર્યાદિત કરતે નથી. સાધુપણું, એ ઘણાજ ઉંચ્ચ આદર્શ છે અને દરેક ધર્મ તેના વિષે ઘણું જ મગરૂર છે, પણ દરેક સુધરેલા રાજ્યોમાં અસાધારણ સંજોગે ઊભા થાય છે, ત્યારે જાહેર સુલેહને માટે પિલીસ અગર મેજીસ્ટ્રેટ તરફથી તાત્કાલિક પ્રતિબંધક પગલાં લેવામાં આવે છે. જૈન કેમમાં બે પક્ષ છે–એ નિઃશંક છે. એક જુના વિચારના અને બીજો ધર્મમાં સુધારક. છેલે વર્ગ જાહેર નીતિના આધારે દીક્ષા આપવામાં વાંધો લે છે, આ બેમાંથી કયો પક્ષ ખરો છે, તે આ કોર્ટને નક્કી કરવાનું નથી, પણ બન્ને પક્ષના વિરૂદ્ધ સંબંધને લઈને જાહેર સુલેહના માટે અસાધારણ સંજોગે ઊભા થાય છે અને મેજીસ્ટ્રેટને જાહેર સુલેહ સાચવવા માટે બંન્ને પક્ષની પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકવાની સત્તા છે.
બીજી દલીલ એવી છે કે-શાંતમૂર્તિ સાધુઓને કાયદેસર કામ કરતા અટકાવવા જોઈએ નહિ. પણ ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૦૭ મુજબ ગૂન્હેગાર પક્ષ સામે કામ ચલાવવું જોઈએ. પણ વસ્તુસ્થિતિ વધવા દેવામાં આવે અને શરૂઆતથી યોગ્ય પગલાં ના લેવામાં આવે તો એક વખત એવા સંજોગો ઊભા થાય કે-પોલીસને બળ વાપરવું પડે.
કલમ ૧૪૪ ને ઉદ્દેશ આવા અસાધારણ સંજોગોને દૂર કરવાને છે અને માબાપ અને આચાર્યો ઉપર ફરમાવેલા થોડા વખતના મનાઈ હુકમનો અર્થ તેમની પ્રવૃત્તિને રોધ નથી.
ત્રીજી દલીલ એ છે કે ધાર્મિક ક્રિયા અથવા હકના અંગે બાઈ અમૃત પરશનલ હૈના તળે છે અને તે ૧૬ વરસથી માટી હોવાને લઇને કાયદાના આધારે એ ઉંમર લાયક છે. જો કે બીજાં દીવાની કારણોમાં તે તેણે ઉંમર લાયક નથી. હું ધારું છું કે આ કાયદાપૂર્વકનું વિવે.
For Private and Personal Use Only