________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ.
હેતુઓ અને કારણે. હાલને મુસદ્દો તૈયાર કરવાની તારીખ ૧૯-૧૨-૧૯ર૯ની ધારાસભાની જરૂરીયાત. ધારાસભામાંના બેઠકમાં રા. લલ્લુભાઈ કિશોરભાઈએ ૨. લલુભાઈને ઠરાવ. નીચેનો ઠરાવ આપ્યો હતો.
“હાની ઉમરમાં માણસને દીક્ષા આપી ત્યાગી બનાવવામાં આવે છે, તેથી કુમળી વયના અને કાચી બુદ્ધિના માણસો સમજ વગર દીક્ષા લે છે અને ત્યાગી બને છે, તેથી ઘણું પ્રસંગે અનર્થ થાય છે. માટે જેની ઉંમરનાં ૨૧ વર્ષ પૂરાં થયાં ન હોય તેવા કેઈપણ માણસ સ્ત્રી અગર પુરૂષને સંસાર ત્યાગની દીક્ષા આપી શકાય નહીં તથા જેની ઉમરનાં ૨૧ વર્ષ પૂરાં થયાં હોય પણ ૩૦ વર્ષ પૂરાં થયાં ન હોય તેવા માણસને પ્રાંત ફોજદારી ન્યાયાધિશીની પરવાનગી મેળવ્યા સિવાય સંસારત્યાગ કરવાની દીક્ષા આપી શકાય નહીં, એવું ધોરણ ઠરાવવા આ ધારાસભા શ્રીમંત સરકારને વિનંતિ કરે છે.”
આ ઠરાવના સંબંધમાં નેક નામદાર અધ્યક્ષ સાહેબે ખુલાસો કર્યો હતો કે આ બાબતમાં તપાસ કરી આવા કાયદેસર અંકુશની જરૂર છે કે કેમ તેનો વિચાર કરવામાં આવશે. ૨. વળી કેટલેક પ્રસંગે કુમળી વયના જૈન બાળકોને ત્યાગની દીક્ષા
આપવામાં આવી સાધુ બનાવવામાં આવે છે, હજૂરશ્રીની દયાનમાં અને તેથી તે પદ્ધતિ શોચનીય હાઈ બંધ કરવા આવેલી હકીકત, પાત્ર છે, એમ શ્રીમંત સરકારને પણ જણાયું છે.
૩. આ ઉપરથી હાલનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. સગીર વયના બાળકોને દીક્ષા આપવામાં અનેક સાંસારીક અડચણો અને અનર્થો
સમાએલા હોય છે, તેથી તેવી દીક્ષા અપાતી મુસદ્દો સામાન્ય સ્વરૂ હોય તેના ઉપર અંકુશ મૂકવા હાલનો મુસદ્દો પને છે. કરવામાં આવ્યો છે. હાલનો મુસદ્દો માત્ર
જૈન સાધુઓ દીક્ષા આપે છે તેનેજ લાગૂ થાય એ કરવામાં આવ્યો નથી. તે સામાન્ય સ્વરૂપનો કરવામાં આવ્યો છે, એટલે કે કોઈ પણ ધર્મના સાધુ, સંન્યાસી, યતિ, યોગી, વેરાગી, ફકીર વિગેરે એવા માણસો પોતાના ધર્મ અથવા પંથમાં જીવન ગાળવાનો કોઈ પણ માણસને મંત્ર આપે, મુંડે, ચેલે કરે વિગેરે
For Private and Personal Use Only